________________
૧૬. સરસ્વતી ગીત - સ્તુતિ - પ્રાર્થના
સરસ્વતી ગીત
ડભોઈ લિ. પત્ર. ૫૫૪/૫૧૦૮ (સુણોચંદાજી)
મા ભગવતી વિદ્યાની દેનારી, માતા સરસ્વતી તું વીણા વિલાસની કરનારી, અજ્ઞાન તિમિરની હરનારી તું જ્ઞાન વિકાસની કરનારી મા ભગ...૧
તું બ્રહ્માણી જગમાતા, આદિ ભવાની તું ત્રાતા
કાશ્મીરમંડની (મંદિરની) સુખશાતા. મા ભગ...૨ માથે મસ્તક મુગુટ બિરાજે છે, દોય કાને કુંડલ છાજે છે, હૈયે હાર મોતીનો રાજે છે... મા ભગ...૩
એક હાથે વીણા સોહે છે, બીજે પુસ્તક પડિબોહે છે કમલાકર માલા મોહે છે... મા ભગ...૪ હંસાસન બેસી જગત ફરો, કવિ જનનાં મુખમાં સંચરો
મા મુજને બુદ્ધિ પ્રકાશ કરો... મા ભગ...૫ સચરાચરમેં તુહ વસી, ધ્યાન ધરે ચિત્ત ઉદાસી,
તે વિદ્યા પામે હસી હસી... મા ભગ...૬
તું ક્ષુદ્રોપદ્રવ હરનારી કહે દયાનંદને સુખકારી શાસનદેવી મનોહરી હું જાઉં તોરી બલિહારી...
મા ભગ...૭
(માતા સરસ્વતી વિદ્યાની દાતા તું ત્રિભુવનમાં વિખ્યાત તુજ નામે લહીએ સુખશાતા... મા ભગ...૮) ॥ ઇતિ સરસ્વતી ગીત સંપૂર્ણમ્ ॥
શાનસાધના અને સરસ્વતી વંદના
૮૫