________________
હે શ્રી દેવતા ! આપને નમસ્કાર, હે જગતની માતા ! તને નમસ્કાર, હે મહાદેવી ! આપને નમસ્કાર, કે પુસ્તકને ધારણ કરનારી તને નમસ્કાર થાઓ. (૧૨)
હે કામ (ઈચ્છિત) ને આપનારી ! આપને નમસ્કાર, હે શ્રેય અને માંગલ્યને આપનારી ! કે સૃષ્ટિને કરનારી ! આપને નમસ્કાર હે સૃષ્ટિને ધારણ કરનારી ! તને નમસ્કાર થાઓ. (૧૩)
હે કવિઓની શક્તિ ! આપને નમસ્કાર, હે કલિ (યુગ)નો નાશ કરનારી ! તને નમસ્કાર, હે કવિત્વને આપનારી ! આપને નમસ્કાર, હે મત્ત માતંગ ગામિની તને નમસ્કાર થાઓ. (૧૪)
હે જગતનું હિત કરનારી ! આપને નમસ્કાર થાઓ. હે સંહાર કરનારી ! હે વિઘામયી ! આપને નમસ્કાર થાઓ, હે દયાવતી ! (દયાવાળી !) (મને) વિદ્યાને તું આપ.
૮૪
પુસ્તક
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના