________________
દેહની વૃતિ વડે અતિશય મનોહર, નમ્ર એવા દૈત્યો, દેવોયક્ષો તેમજ સિદ્ધો દ્વારા હું પહેલા – હું પહેલા એવી બુદ્ધિથી ભક્તિપૂર્વક પ્રાતઃકાલે મધ્યાહુને અને સાયંકાલે જેનાં ચરણ યુગલમાં નમસ્કાર કરાયા છે એવી ! આ ઈ 3ૐ રૂપ સ્પષ્ટ પ્રભાવાળા અક્ષર વડે ઉત્તમ તેમ જ ભૂદુ એવા સ્વરથી અસુર દ્વારા અતિશય ઉચ્ચ રીતે ગવાયેલી હે શારદાદેવી ! તમે સદા મારા મનમાં રહો.
ક્ષા ફી લૂ લ : બીજ મંત્રરૂપી સ્વરૂપવાળા ! તમારું ચરણયુગલ સંસારમાં પરિભ્રમણ કરતા મનુષ્યોના સ્થાવર તેમજ જંગમ એવા વિષમ વિષનો નાશ કરનારું થાઓ. અવ્યક્તરૂપવાળી ! સ્કુટરૂપવાળી ! જેમણે ઉત્તમ મનુષ્યોએ પ્રણામ કર્યા છે એવી હે બ્રહ્મસ્વરૂપી ! પોતાનામાં મગ્ન રહેનારી ! ઐ ઐ બ્લ (બીજમંત્રો) વડે યોગીઓને ગમ્ય ! હે શારદાદેવી! તમે સદા મારા મનમાં રહો. . હે શ્રા શ્રી બ્રૂ મન્ચસ્વરૂપી શારદાદેવી ! પરિપૂર્ણ તેમજ અતિશય શોભાવાળાં, ચન્દ્ર જેવા શ્વેત, રસ અને લાવણ્યમય, રમ્ય, સ્વચ્છ, મનોહર, ચન્દ્રિકો સમાન પ્રભાવાળા, એવા પોતાના હસ્ત સમૂહ વડે નિરંતર અમારા સંસારજનિત પાપનું પ્રતિદિન પ્રક્ષાલન કરતા હે શારદાદેવી ! તમે સદા મારા મનમાં રહો.
હે ભાષાસ્વરૂપ ! પદ્માસનને વિષે રહેલી ! હે તીર્થકરના મુખમાં રમનારી, હે પા જેવા હસ્તવાળા, હે પ્રશંસનીય પ્રા પ્રી પઃ વડે પવિત્ર, દુષ્ટોથી ઉત્પન્ન થયેલ દુષ્ટ ચેષ્ટાવાળા પાપને તું દૂર કર, તું દૂર કર. પ્રતિદિન આત્મશક્તિ અનુસાર વાણીઓના લાભ માટે સ્વર્ગની સ્ત્રીઓ દ્વારા ભક્તિથી પૂજાયેલા ચરણોવાળી! ઉગ્ર (પ્રચંડ) સ્વરૂપવાળી, ક્રોધથી ભયંકર હે શારદાદેવી ! તમે સદા મારા મનમાં રહો. ૬ - નમેલા પૃથ્વી-પતિઓના દેદીપ્યમાન મણિમય મુકુટોથી સ્પર્શાવેલ ચરણકમલવાળા, પદ્મ જેવા મુખવાળી ! કમળ જેવા નેત્રવાળી ! હાથીની જેવી ચાલવાળી ! હંસરૂપી વાહનવાળી વિશિષ્ટ પ્રમાણ સ્વરૂપી ! કિર્તિ, લક્ષ્મી અને બદ્ધિના સમૂહવાળી જય અને વિજય વડે વિજયશીલ!
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના