________________
ગૌરી અને ગાંધારીથી યુક્ત ! ધ્યાનમાં ગોચર તેમજ અગોચર એવા સ્વરૂપવાળી, હે શારદાદેવી ! તમે સદા મારા મનમાં રહો. ૭
સૌદામિની વીજળી જવાલાનાં કિરણોની જેમ ઉજ્જવળ તથા સર્વોત્તમ મણીઓથી નિર્મિત, સુંદર રૂપવાળી જપ માળાને અને સારસ્વતમંત્રને પ્રતિદિન (હંમેશાં) ધારણ કરનારી, મનોહર ચિંતનવાળી એવી, જે દેવી નાગેન્દ્રો વડે તેમજ માનવો અને મુનિઓના સમૂહ વડે સ્તુતિ કરાયેલી છે, તે સરસ્વતીદેવી હંમેશાં મને નિર્મળ જ્ઞાનરત્ન અને દિવ્ય કલ્યાણ આપે.
સૂક્ષ્મ મતિવાળા કવિઓ જેની કૃપાથી સમસ્તભુવનતલને હાથમાં રહેલા બોરની જેમ જુએ છે તે સરસ્વતી દેવી જય પામે છે. ૯
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૭૫
.
•