________________
आशीर्वचनम्
મુનિ વૈલોક્યમંડનવિજયજી જે સહજ રીતિએ ગુણવાન સંયમી છે. તેઓએ પ.પૂ.ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મ. રચિત “તર્કભાષા” ગ્રન્થનું, પ.પૂ. આ.મ.શ્રીવિજયઉદયસૂરીશ્વરજી મ. કૃત “રત્નપ્રભા" વ્યાખ્યાનું અને પંડિત શ્રીસુખલાલજી કૃત ““તાત્પર્યસંગ્રહા” ટીકાનું સંપાદન કર્યું છે, જે કઠિન કાર્ય કહેવાય. તે માટે હું તેમના કાર્યને માટે ધન્યવાદ–શુભેચ્છા સહ આશીર્વાદ પાઠવું છું. અપેક્ષા કે આવાં સત્કાર્ય તેઓ દ્વારા થાય.
એ જ સૂર્યોદયસૂરિ તા ૧૬-૪-૨૦૦૯ વિજયનેમિસૂરિજ્ઞાનશાળા પાંજરાપોળ – રિલીફરોડ અમદાવાદ-૩૮૦૦૦૧