________________
પ્રકાશકીય નિવેદન
પરમપૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીવિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ તથા તેઓના શિષ્ય પૂજય આચાર્ય શ્રી વિજયશીલચન્દ્રસૂરિજી મહારાજની પ્રેરણાથી, વર્ષો પૂર્વે, ખંભાતમાં “શ્રી જૈનગ્રન્થ પ્રકાશન સમિતિ”ની સ્થાપના કરવામાં આવી હતી. પૂજયશ્રી દ્વારા તેમજ તેમના માર્ગદર્શન હેઠળ થતાં શાસ્ત્રગ્રંથોના અધ્યયન-સંપાદનોનું પ્રકાશન કરવું, એ આ સમિતિનું મુખ્ય ધ્યેય રહ્યું છે. અને તે ધ્યેય પ્રમાણે આ સમિતિના ઉપક્રમે અનેક ગ્રંથો પ્રકાશિત કરવાનો લાભ મળ્યો છે, જે આનંદનો વિષય છે. આજે આ જ ગ્રંથશ્રેણીમાં “શાસનસમ્રાટ્રશતાબ્દી ગ્રંથમાળા”ના ત્રીજા ગ્રંથ-પુષ્પ તરીકે “શ્રીરૈનતમાશા'નું પ્રકાશન કરતાં અમો આનંદ અનુભવીએ છીએ.
આ ગ્રંથ મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરની રચના છે. તે ઉપર પ.પૂ.સૂરિસમ્રાટ આચાર્ય શ્રીવિજયનેમિસૂરિદાદાના પટ્ટધર પ.પૂ.ગીતાર્થશિરોમણિ આચાર્ય શ્રીવિજયોદયસૂરીશ્વરજી મહારાજે રચેલી રત્નપ્રભા ટીકા છે. તેમજ પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રીસુખલાલજી સંઘવીએ રચેલી તાત્પર્યલક્ઝરી ટીકા પણ છે. આ બન્ને ટીકાઓ સમેત ગ્રંથનું સંપાદન પૂ.આ.શ્રીવિજયશીલચન્દ્રસૂરિ મ.ના શિષ્ય મુનિશ્રી રૈલોક્યમંડનવિજયજી મહારાજે કર્યું છે, અને તેનું આ પ્રકાશન કરતાં અમો ધન્યતાની લાગણી અનુભવી રહ્યા છીએ.
આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી વિશાનીમા જૈનસંઘ, ગોધરાએ પોતાના જ્ઞાનદ્રવ્યમાંથી સંપૂર્ણ લાભ લીધો છે, તે બદલ તેમનો હાર્દિક આભાર માનીએ છીએ.
ગ્રંથનું સુઘડ મુદ્રણકામ કરી આપવા બદલ અખિલેશમિશ્રા વિરતિ ગ્રાફિક્સ - અમદાવાદનો તેમજ નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસ – અમદાવાદનો પણ આભાર માનીએ છીએ.
લી. શ્રી જૈનગ્રંથ પ્રકાશન સમિતિ - ખંભાત
વતી શાહ શનુભાઈ કચરાભાઈ શાહ બાબુલાલ પરસોત્તમદાસ કાપડિયા