________________
20
બૌદ્ધો સાંખ્યોના હેતુમાં વ્યાપ્તિઅભાવરૂપ દોષ આપે છે. તદુપરાંત બૌદ્ધો સાંખ્યોના દૃષ્ટાંતમાં (શય્યાસનાદિમાં) સાધ્યવિકલતા (=અસંહતપરાર્થત્વ-વિકલતા)નો દોષ પણ આપે છે. વળી, હેતુ દ્વારા ચક્ષુઆદિમાં અસંહતપરાર્થત્વ સિદ્ધ કરવું સાંખ્યોને અભિપ્રેત હતું અને સંહતપરાર્થત્વ સિદ્ધ થઈ જવાથી હેતુ ‘વિરુદ્ધ' પણ કહેવાશે. આમ, બિચારા સાંખ્યોનો હેતુ વગર વાંકે કેટલો બધો દંડાઈ જાય ! માટે, વાદીની ઇચ્છાનુરૂપ સાધ્ય જ હોવું જોઈએ. અને તેથી જ આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરવા માટે સાંખ્યો ચક્ષુ આદિને પરાર્થ કહે, તો ત્યાં ‘પરાર્થ’નો અર્થ અસંહતપરાર્થ ‘આત્માર્થ’ જ સમજાય છે. પછી ઉક્ત કોઈ દોષો રહેતા નથી.’
આમાં પ્રથમ ફકરામાં ‘અન્યથા...વૈત્ત્વાર્' એટલા વાચખંડનો અને બીજા ફકરામાં ‘કૃતિ....વન્તિ' આટલા વાક્યખંડનો અર્થ છે. જેમાં બીજા ફકરામાં કેટલીક વિસંગતિઓ આવે છે : ૧. બૌદ્ધો દોષ આપે છે—એવો અર્થ કરવા માટે વૌદ્ધનો વન્તિ સાથે અન્વય કરવો પડે. શકય નથી. વળી વિવેચનકારે કરેલા અર્થ મુજબ તો અન્યથાનો વૈન્ત્યાત્ જોડે અને ત્યારબાદ રોષĖ જોડે એમ બે વાર અન્વય કરવો પડે છે તે પણ યોગ્ય નથી
૨. અનુમાનમાં અપાયેલા બધા જ દોષો ‘અસંહતપરાર્થત્વ’ને લીધે છે. અને અસંહતપરાર્થત્વ (=આત્માર્થત્વ) તો સાંખ્યોને અભિપ્રેત છે. હવે જો ‘અન્યથા...તોષષ્ટમ્ ' એવો અન્વય કરવામાં આવે તો અન્યથાથી સૂચિત ‘સાંખ્યોને અભિપ્રેત અર્થ ના લો તો' આની સંગતિ શી રીતે કરવી ?
૩. સાંખ્યોને અભિપ્રેત અર્થને લીધે જ જો દોષો આવતા હોય તો એમાં સાંખ્યોને વગર વાંકે દંડાવાનું ક્યાં રહ્યું ? એ જ રીતે ‘પછી (=સાંખ્યાભિપ્રેત અર્થના ગ્રહણ પછી) કોઈ દોષો રહેતા નથી' એમ કહેવું પણ બરાબર નથી.
૪. મૂળપાઠગત રૂત્તિ અવ્યયને પણ ધ્યાન પર નથી લીધો.
માટે વાસ્તવમાં આ આખા પાઠનો આવો અર્થ ના થવો જોઈએ ?
સાધ્યનો વાદીને અભિપ્રેત અર્થ જ લેવો જોઈએ. અને તેથી જ ચક્ષુરાય: પાર્થા: સદ્દાતત્વાત્ શયનીયવત્ આ અનુમાનમાં પાર્થ નો સાંખ્યને અભિપ્રેત આત્મા અર્થ લેવાય છે. નહીં તો બૌદ્ધોને સંમત ‘સંઘાતરૂપ પરને માટે' એવો અર્થ લેવામાં આવે તો અસંહત આત્માની સિદ્ધિ ન થવાથી સાંખ્યોનું અનુમાન વ્યર્થ બને. તિ= આમ પાર્થ નો અર્થ આત્માર્થ કરવાનો હોવાથી, અનન્વય વગેરે દોષોથી દુષ્ટ (દોષો માટે જુઓ રત્ન. પૃષ્ઠ ૧૩૫) આ સાંખ્યાનુમાન છે—એમ કહે છે. હવે આ કોણ કહે છે ? અર્થાત્ આ દોષો કોણ આપે છે ? તેના જવાબ માટે ૨. પૃષ્ઠ ૧૩૫ પર નોંધાયેલો સ્યાદાવરબારનો પાઠ જોઈએ તો સ્પષ્ટ જણાશે કે દોષો શ્રીદેવસૂરિ મહારાજ આપે છે. વળી જેમ આગળ પરાર્થાનુમાનના પ્રસંગમાં વન્તિના કર્તા તરીકે રત્નાકરકારને લેવાનું સ્પષ્ટ છે તેમ અહીં પણ સમજવું જોઈએ.
ટૂંકમાં, ૧) દોષો બૌદ્ધોએ નહીં, પણ શ્રીદેવસૂરિ મહારાજે આપ્યા છે. ૨) સાંખ્યાનુમાન વસ્તુતઃ દુષ્ટ છે, નહીં કે અર્થ બદલી નાંખીને એમાં દુષ્ટતાનું આરોપણ થાય છે.