________________
इदमत्र चिन्त्यम्
આ સંપાદન દરમિયાન ગણિ શ્રીઉદયવલ્લભવિજયજીકૃત સંસ્કૃત ટીકા અને ગુજરાતી વિવેચન તેમજ પંડિત શ્રી ઈશ્વરચંદ્રશર્માકૃત હિંદી વિવેચન પણ અવલોકવાનું બન્યું. તે વખતે તે ટીકા-વિવેચનોમાં કરાયેલા કેટલાક પ્રતિપાદન પર પુનઃ વિચારણા કરવાનું જરૂરી લાગતાં, તે મુદ્દાઓ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરું છું. અહીં સંસ્કૃત ટીકા + ગુજરાતી વિવેચનના પુસ્તકને “ગુ.", હિંદી વિવેચનને “હિ.” અને પ્રસ્તુત પુસ્તકને “રત્ન.” એવી સંજ્ઞા આપી છે. ગુ. અને હિં. બંનેના પૃષ્ઠક પહેલી આવૃત્તિના છે.
* સાધ્યલક્ષણગત પીક્ષિત વિશેષણની ચર્ચા મૂળગ્રંથમાં (રત્ન. પૃષ્ઠ ૧૩૪) આ મુજબ છે :
___"अभीप्सितमिति तु वाद्यपेक्षयैव-वक्तुरेव स्वाभिप्रेतार्थप्रतिपादनायेच्छासम्भवात् । ततश्च परार्थाश्चक्षुरादय इत्यादौ पारार्थ्यमात्राभिधानेऽप्यात्मार्थत्वमेव साध्यं सिध्यति । अन्यथा संहतपरार्थत्वेन बौद्धैश्चक्षुरादीनामभ्युपगमात् साधनवैफल्या] दित्यनन्वयादिदोषदुष्टमेतत् साङ्ख्यसाधनमिति वदन्ति ।"
અહીં વાદી સાંખોએ બૌદ્ધોની સામે આત્માની સિદ્ધિ માટે કરેલું અનુમાન છે–વભુરાય - પરાથ-સહુતવા-શયનીયવ. આ અનુમાનમાં સાધ્યભૂત પરાર્થત્વનો અર્થ વાદી-સાંખ્યોને અભિપ્રેત માત્માર્થત્વ જ લેવાનો છે. તેને બદલે બૌદ્ધોને અભિપ્રેત સંદતપરાર્થત્વ અર્થ લેવામાં આવે તો કયો દોષ આવે તે અન્યથાથી જણાવેલું છે. આ કથાથી શરૂ થતા વાકયનો અર્થ ગુજ. વિવેચનમાં (ગુ. પૃષ્ઠ ૧૨૪-૧૨૫) આ પ્રમાણે કરવામાં આવ્યો છે :
ઉક્ત અનુમાનપ્રયોગમાં “પરાર્થનો અર્થ “આત્માર્થ ન કરીએ અને કોઈ પણ “પરનું ગ્રહણ કરવામાં આવે તો શું દોષ આવે તે જોઈએ. બૌદ્ધો પણ ચક્ષુ આદિને પરાર્થ તો માને જ છે, પણ તે લોકો આત્માને તો માનતા નથી. તેથી બૌદ્ધો ચક્ષુ આદિને “સંઘાતરૂપ પરને માટે (=સંહતપરાર્થ) માને છે. તેથી “પરથી જો “આત્મા’ ન લઈએ તો કોઈ સંહતપર (=સંઘાતરૂપ પર) એવો પદાર્થ પણ સાધ્ય બની જશે અને પછી જે પર = ઉપભોક્તા સિદ્ધ થશે તે શય્યાદિની જેમ સંઘાતરૂપ જ સિદ્ધ થશે. સાંખ્યોને તો અસંઘાતરૂપ “પર”ની સિદ્ધિ અભિપ્રેત હતી. સાંખ્યોને જે અર્થ ઈષ્ટ હતો તેનાથી વિરુદ્ધ અર્થ સિદ્ધ થવાથી સાંખ્યોનો હેતુ વ્યર્થ બનશે.”
બૌદ્ધો આ અનુમાનમાં અનન્વયાદિ દોષો આપે છે. અન્વય એટલે વ્યાપ્તિ. વ્યાપ્તિનો અભાવ એટલે અનન્વય. “સંઘાતત્વની વ્યાપ્તિ સંહતપરાર્થત્વ સાથે છે, અસંહતપરાર્થત્વ સાથે નથી. દષ્ટાંતરૂપ શય્યાદિમાં પણ સંતપરાર્થત્વ અને સંઘાતત્વ વચ્ચે જ વ્યાપ્તિ છે.” આમ કહીને