________________
15
એમ જૈનદર્શન માને છે. નયો અનંત છે, પણ તેઓમાં રહેલી સમાનતાને નજરમાં રાખી સાત પ્રકારોમાં બધાનો સમાવેશ કરવામાં આવે છે.
નયવાદ એ કર્મવાદ, સપ્તભંગી વગેરેની જેમ, વૈશ્વિક તત્ત્વજ્ઞાનધારામાં જૈનદર્શનનું બિલકુલ મૌલિક પ્રદાન છે.
હવે, વાક્ય ગમે તે પ્રકારનું હોય, પણ એમાં વપરાયેલો રાનન શબ્દ દર વખતે કોઈ પ્રદેશના શાસક માટે જ વપરાતો હોય તેમ બનતું નથી. કોઈ વ્યક્તિનું નામ પણ રોગન હોય. રાજાની પ્રતિમાને પણ રીઝન કહેવાય. તો યુવરાજ માટે કે ભૂતપૂર્વ શાસક માટે પણ રાજન શબ્દ વપરાય. જો આ બધામાં જીવન પદની શક્તિ જ ન હોય તો રાનન થી એમનો બોધ કઈ રીતે થાય? આ કારણથી જ જૈનદાર્શનિકોએ શબ્દ-અર્થની વિવિધ રચનાઓ સ્વીકારી છે. આ રચના એટલે જ નિક્ષેપ.
પ્રમાણ, નય અને નિક્ષેપ–આ ત્રણ તત્ત્વોનું વિસ્તૃત નિરૂપણ શ્રીવિશેષાવશ્યકભાષ્યાદિ અનેક ગ્રંથોમાં મળે છે. પરંતુ એમના પ્રાથમિક પરિચય માટે, જ્ઞાનના એ મહાસાગરમાં પ્રવેશવાની હોડી જેવી–જૈનતર્કભાષા એક જ કૃતિ છે, અને એ જ આનું ખરું મહત્ત્વ છે. ઉપરાંત મહોપાધ્યાયજીની પ્રતિભાના જાદુઈ સ્પર્શે આ વિષયનું મહત્ત્વ અનેકગણું વધારી આપ્યું છે. આ ગ્રંથમાં અન્યદર્શનોના પ્રમાણશાસ્ત્ર સંબંધી કેટલીક ચર્ચા પણ મૂકવામાં આવી છે, જે ન્યાયના તેમજ દર્શનના ક્ષેત્રમાં વિદ્યાર્થીનો સહજ પ્રવેશ કરાવી આપે છે.
પંડિત શ્રીસુખલાલજીના (જૈનતર્કભાષા- પ્રસ્તાવનામાં) જણાવ્યા મુજબ આ ગ્રંથની વિષયવસ્તુ મુખ્યત્વે શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણના વિશેષાવશ્યકભાષ્ય અને શ્રીવાદિદેવસૂરિજીના પ્રમાણનયતત્તાલોકમાંથી લેવામાં આવી છે. ગ્રંથના વિષયસ્વરૂપની ત્રણ પરિચ્છેદમાં વિભાજનની કલ્પના લઘીયસ્રયને આભારી છે. જ્યારે ગ્રંથનું નામકરણ મોક્ષાકરગુપ્તની અને કેશવભટ્ટની તર્કભાષાને અનુસારે છે.
ગ્રંથમાં પ્રતિપાદિત વિષયોની સૂચિ અલગથી આપવામાં આવી છે. તેમાં (મ) ને (મા) ચિતથી નિર્દિષ્ટ વિષય રત્નપ્રભામાં છે એમ સમજવું.
રત્નપ્રભા અને તાત્પર્યસંગ્રહા ટીકા આ ગ્રંથ જો બાળજીવોના ઉપકાર માટે રચાયો હોય તો વિશેષ ઉપકાર માટે એના વિવરણની અપેક્ષા રહે જ. આ અપેક્ષાના પ્રતિભાવમાં આ ગ્રંથ પર ચારેક વિવરણો રચાયાં છે :
૧. તાત્પર્યસંગ્રહો ટીકા–પંડિત સુખલાલજી - ૨. રત્નપ્રભા ટીકા–પ. પૂ. આચાર્ય શ્રીવિજયોદયસૂરીશ્વરજી ૩. હિંદી વિવેચન–પં. ઈશ્વરચંદ્ર શર્મા ૪. સંસ્કૃત ટીકા + ગુજરાતી વિવેચન–શ્રીઉદયવલ્લભવિજયજી આમાંથી પ્રથમ બે ટીકાનું સંપાદન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે.