________________
ભાવ છે, મિકેનિકલ ભાવ છે. ત્યાં તો પરમાત્મ સ્વરૂપ, પોતે પોતાનું સુખમાં જ રમણતા !
સિદ્ધક્ષેત્રમાં નિવૃત્તિયે ના હોય ને પ્રવૃત્તિયે ના હોય. ત્યાં જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયામાં જ રહ્યા કરે નિરંતર.
ત્યાં ટાઈમ પસાર કેવી રીતે કરે ? ત્યાં બુદ્ધિ ખલાસ થયા પછીની એ દશા છે. માટે ત્યાં સનાતન સુખમાં છે નિરંતર.
સિદ્ધ ભગવાનને પર્યાય હોય. કોઈ પણ વસ્તુ તત્ત્વ કરીને અવિનાશી હોય ને પર્યાયે કરીને વિનાશી હોય. સિદ્ધક્ષેત્રમાં પર્યાય ચોંટતા જ નથી, શુદ્ધ જ રહે છે અને સંસારમાં જ્ઞાન પછી આપણે ચોંટેલા પર્યાય ઉખાડીએ છીએ.
જ્ઞાન પછી આપણી શ્રદ્ધામાં સિદ્ધોનું સ્વરૂપ છે. વર્તનમાં વિનાશી સ્વરૂપ છે પણ શ્રદ્ધામાં વિનાશી સ્વરૂપ ગયું.
જ્ઞાની પુરુષ અહીં આગળ જે જુએ એ દેહને લઈને (૪ ઓછી હોવાથી) સહેજ મેલું હોય, જ્યારે સિદ્ધોને બિલકુલ કરેક્ટ જોવા-જાણવાનું.
સિદ્ધદશા થયા પછી પ્રકૃતિ ના હોય. નિર્વાણ થાય ત્યારે જ પ્રકૃતિ ખલાસ થઈ ગઈ. પ્રકૃતિને જોઈ-જાણી એટલે પછી પ્રકૃતિ રહી નહીં, તેથી તો સિદ્ધદશા ઉત્પન્ન થઈ.
સિદ્ધ ભગવંતોને નિરંતર જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયા, એનું ફળ ગજબનો આનંદ હોય.
અરીસો હોય તો અરીસામાં બધું દેખાયા કરે, ઝળક્યા કરે, એવું સિદ્ધક્ષેત્રે આત્માને બધા શેયો ઝળકે.
આ લાઈટને પ્રકાશ આપવામાં કંઈ કંટાળો આવે ? એવું આત્માને જોયો જોવા જવું પડતું નથી, પોતાનામાં દેખાયા જ કરે.
સ્વભાવથી દેખાયા કરે. પણ કશામાં રાગ-દ્વેષ ના હોય, એ પછી કોઈ ચોરી કરતો હોય કે ખૂન કરતો હોય કે દાન આપતો હોય. વર્તમાન સિવાય કશું જુએ નહીં.
96