________________
[૧૯.૩] સિદ્ધ ભગવાન શુદ્ધાત્મા એટલે એની ગાડી ઊપડી રહી છે અને સિદ્ધાત્મા એટલે એની ગાડી પહોંચી ગઈ છે, એના જેવો ફેર છે.
કોઈ આત્મા કોઈ કાળે સિદ્ધક્ષેત્રમાં હતા જ નહીં. જે આત્મા જ્યારે જશે, ત્યાર પછી અનંતકાળ ત્યાં જ રહેશે.
દેહ છે ત્યાં સુધી તીર્થકર ભગવાન પદ , દેહનો બોજો છે. જ્યારે સિદ્ધ ભગવાન દેહના બોજાથી રહિત છે. બાકી આત્મા પામેલામાં કોઈ ફેર નહીં.
કેવળજ્ઞાનીને દેહનો બોજો હોય અને સિદ્ધ ભગવાનને કોઈ બોજો નહીં. નિર્વાણ થયા પછી સિદ્ધક્ષેત્રે જતા સુધી ગતિસહાયક તત્ત્વ લઈ જાય તેટલો બોજો. ત્યાં પહોંચ્યા પછી મુક્ત.
સંસારી અને અસંસારી એટલે સિદ્ધ, બે પ્રકારના જીવો. પણ બે વચ્ચે ત્રીજા પ્રકારના છે તે કેવળજ્ઞાની છે. તે અપ્રમત ભાવમાં છે પણ એમને દેહનો બોજો છે, બાકી એ સિદ્ધ સમાન જ કહેવાય.
દાદા ભગવાન સિદ્ધ ક્યારે કહેવાય કે નિર્વાણ થાય ને છેલ્લો દેહ છૂટે ત્યારે.
વ્યવહારમાં બીજા દેહધારી રાગ-દ્વેષવાળા જીવો હોય તો એની ઉપર કરુણા રાખવાની પણ ત્યાં સિદ્ધગતિમાં કરુણા હોતી નથી.
કેવળજ્ઞાન થતા જ પ્રજ્ઞાશક્તિનું કામ પૂરું થાય. તેથી તેને આત્માનો ભાવ કે અન્વય ગુણ ના કહેવાય. માટે સિદ્ધ ભગવંતોને પ્રજ્ઞા હોય એવું નથી હોતું.
સિદ્ધક્ષેત્રે આત્માને વિચારવાનું હોતું નથી. ત્યાં સ્થિર રહ્યા રહ્યા આખા લોકનું બધું જોયા જ કરે છે. બધા આત્માઓ ત્યાં રહીને માત્ર જોયા જ કરે છે. એકમેકને કશી લેવાદેવા નથી હોતી.
સિદ્ધ ભગવાનને કોઈ કાર્ય કરવાનું હોતું જ નથી. અત્યારે દરેક દેહધારીમાં આત્મા કંઈ કાર્ય કરતો જ નથી. જે કાર્ય કરે છે તે અજ્ઞાન
95