________________
કાચનો ગોળો હોય, તેમાં આપણે બધા બેઠેલા મહીં દેખાયા કરે, એમાં કાચના ગોળાને શું જોર પડે ?
સિદ્ધો નિરંતર એમના પોતાના સ્વભાવમાં રમણતા કર્યા કરે. અનંતા સિદ્ધો છે, એ દરેક પોતાનું જુદું જુદું સુખ ભોગવે.
તીર્થંકર ભગવાનને જ્ઞાન-દર્શન-ચારિત્ર બધું સાથે હોય, દેહ છે તેથી. ત્યાં સિદ્ધોને જ્ઞાન-દર્શન ને સુખ હોય, તેમને ચારિત્ર ના હોય.
સિદ્ધ ભગવાનનું એક મિનિટનું સુખ દુનિયા ઉપર પડે તો હજારો વર્ષ સુધી દુનિયા આનંદમાં રહે, એવું સુખ એ ભોગવી રહ્યા છે. એવું સુખ પામવા જીવો તલપાપડ થઈ રહ્યા છે. દાદાશ્રી કહે છે, અમારે દેહનો અંતરાય હોવા છતાં જે સુખ છે, એના પરથી સમજાય કે દેહનો અંતરાય ના હોય તો કેટલું બધું સુખ હોય !
સિદ્ધગતિમાં પોતે જ પોતાના સુખનો અનુભવ કરે છે. ત્યાં કોઈ માધ્યમની જરૂર નહીં. માધ્યમ હોય તો પરવશતા થઈ જાય. પરવશતા હોય તો મોક્ષ કહેવાય નહીં. ત્યાં આધાર-આધારિત સંબંધો નથી. એ તો અહીં આગળ દુનિયામાં જ છે. કારણ કે અહીં બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. પાંચ ઈન્દ્રિયથી અનુભવીએ છીએ તેમાં કંઈ પરમેનન્ટ નથી. જ્યારે પરમેનન્ટને આધાર-આધારિત સંબંધ હોતો જ નથી, ત્યાં શેયો ને દૃશ્યોને પોતે જુએ-જાણે ને તેનાથી પોતાને સુખ રહે છે, બાકી પોતે નિરાલંબ છે.
સિદ્ધ અને સંસારી જીવો એ બન્ને સમસત્તાવાન છે. દ્રવ્ય-ગુણપર્યાયે કરીને એક જ છે, સમસત્તાવાન છે પણ સંસારી જીવોને દેહનો ભાર છે એટલે સત્તાપણે છે, જ્યારે સિદ્ધોને તે પ્રગટપણે છે. સિદ્ધ ભગવાનને અનંતા જ્ઞેયો દેખાય, તે સંસારીઓને બસ્સો-પાંચસો જ્ઞેયો દેખાય.
દરેક સિદ્ધોને એમની પોતપોતાની મહીં દેખાયા કરતું હોય તે જ જોયા કરે અને બધા જોડે જોડે જ હોય છે. કંઈ આઘાપાછા હોતા નથી છતાં એકમેકને દેખી શકતા નથી. બાકી આખું જગત એમને દેખાય. લોકમાં જ્ઞેયો-દશ્યો છે તે જોયા કરે. અલોકમાં ને સિદ્ધગતિમાં શેયો નથી તો ત્યાં કશું ના જુએ.
97