________________
સંખ્યા : જઘન્ય (ઓછામાં ઓછું) એક સમયમાં એક અને ઉત્કૃષ્ટ એક સમયમાં પુરુષ દેહે ૧૦૮ સિદ્ધ થાય.
ચરમ શરીર એટલે નિર્વાણ થવાના હોય તે છેલ્લું પુદ્ગલ, એ શરીર બહુ સુરક્ષિત હોય. ગમે તેનાથી એ દેહ કપાય નહીં, મરે નહીં, બળે નહીં. એ દેહે નિર્વાણ થાય પછી મોક્ષે જાય.
આત્માને ઉપર લઈ જવા વિમાન આવે છે, તે બાળ જીવોને સમજાવવા માટે છે. બાકી ગતિસહાયક તત્ત્વ આત્માને સિદ્ધક્ષેત્રે મૂકી આવે છે. પૂર્વે ભાવના કરેલી, પૂર્વે કર્મ બાંધેલા તે ઉદયમાં આવે છે. એટલે એ | ડિસ્ચાર્જ કર્મ છે. એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બેઉ ડિસ્ચાર્જ કર્મ છે. ઠેઠ મોશે પહોંચાડતા સુધી એ ડિસ્ચાર્જ કર્મ છે. એ આત્માને મોક્ષે પહોંચાડી દે, પછી એમનું કાર્ય પૂરું થાય.
પોતાની ઈચ્છા હતી તેથી એ તત્ત્વોએ સહાય કરી. ગતિસહાયક તત્ત્વ લઈ જાય અને સ્થિતિસહાયક તત્ત્વ ત્યાં સ્થિર કરી, પછી એ બે તત્ત્વો એમનું કામ કરીને ચાલ્યા જાય.
સિદ્ધક્ષેત્રમાં હું-તું-તે એવું કશું હોય નહીં. દરેક પોતે ફક્ત જ્ઞાતાદ્રષ્ટા. દરેક “હું છું” એવા સ્વતંત્ર ભાનમાં રહે, બીજા જોડે કશી ભાંજગડ નહીં.
દરેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલે બીજા કોઈની ડખલ નથી. પોતે સ્વાભાવિક આનંદવાળો છે.
સ્વભાવથી અજવાળું એક જ દેખાય, બધું પ્રકાશ જ. પણ દરેક પ્રકાશ પોતે અસ્તિત્વથી પાછા જુદા જુદા રહે.
સિદ્ધક્ષેત્રમાં વિશેષણ જ નથી. ચોખ્ખું પોતાના સ્વરૂપમાં જ ઝળહળે છે. એકબીજાને ઓળખે એ તો જ્યાં સુધી એની જોડે કર્મના હિસાબ છે ત્યાં સુધી. બાકી સિદ્ધક્ષેત્રમાં એવું ઓળખે-કરે નહીં કશું. આ બધા લાઈટ (પ્રકાશના ગોળા) મૂકેલા હોય, તે સામસામી લાઈટ જુએ એવું.
સિદ્ધક્ષેત્રમાં કોઈને બીજા કોઈ જોડે કશી લેવાદેવા જ નહીં. આ જગતમાંય કોઈ કોઈનેય કશી લેવાદેવા છે જ નહીં અને જે કંઈ છે એ દરેક નિમિત્ત માત્ર છે.
93