________________
નિર્વાણ એટલે આ સંસારમાં જે બધું આવરણ ઊભું થઈ ગયેલું એ બધું બંધ થઈ ગયું. જેને ફરી કોઈ જાતના કર્મ બંધાવાના નહીં. દેહ ને આત્મા કમ્પ્લિટ જુદા થઈ ગયા. પછી આત્મા સિદ્ધક્ષેત્રે જાય.
[૧૯] સિદ્ધ ભગવંત - સિદ્ધક્ષેત્ર
[૧૯.૧] જીવતી દશાતા ભાંગા જીવની દશાના ચાર ભાગ પડે છે. ૧) અનાદિ અનંત. એ અનાદિ કાળથી છે ને અનંત કાળ સુધી ભટકવાના છે. તેમાંથી છૂટવાનો થાય તે ત્રણ ભાગમાં આવે. ૨) અનાદિ સાંત. ૩) સાદિ સાંત. ૪) સાદિ અનંત.
આખું જગત અનાદિ અનંતમાં જ છે. એમાં જો કદી જ્ઞાની પુરુષ મળી જાય તો પોતે અનાદિ સાંત ભાગમાં આવે. અનાદિનો તો છે પણ એ દશાનો અંત આવશે, મિથ્યાત્વ દશાનો અંત આવશે અને પોતે અનાદિ સાંતમાં આવે. પછી સાદિ સાતમાં આવે. સમ્યકત્વની એટલે સાચી સમજણની શરૂઆત થઈ અને તેનો અંત આવશે અને પછી ફૂલ લાઈટ થયું કે સાદિ અનંતમાં આવી ગયો. સિદ્ધદશાની શરૂઆત થઈ, તે અનંત કાળ સુધી રહેવાનું.
આ જગત અનાદિ અનંત છે જ. જે વૈજ્ઞાનિક અસરથી બંધાય છે, તે તોડી આપનાર કોઈ જ્ઞાની પુરુષ મળે તો બન્ને વસ્તુને છૂટી પાડી આપે અને અનાદિ અનંત દશા હતી તેને બદલે અનાદિ સાંત દશામાં આવે. આ જ્ઞાન મળતાની સાથે પોતે અનાદિ સાંત દશામાં આવી ગયો.
અસ્તિત્વનું ભાન હતું કે હું છું પણ વસ્તુત્વનું ભાન નહોતું. હું શું છું એ વસ્તુત્વનું ભાન થતાની સાથે પોતે સાદિ સાંતની દશામાં આવે અને પૂર્ણત્વ થશે ત્યારે સાદિ અનંત એટલે સિદ્ધદશા થશે.
સાદિ સાંત એટલે સમકિત થયું તેની આદિ છે. તે કેવળજ્ઞાન સુધી સાંત, સતંતવાળું છે. ત્યાર પછી છેલ્લી દશા સાદિ અનંતનો ભાંગો છે.
જ્ઞાની પુરુષનું નિમિત્ત મળી જાય અને એનું ઉપાદાન તૈયાર હોય તો એને પોતાને સ્વરૂપજ્ઞાન પ્રગટ થાય, તો સાદિ સાંતના ભાંગામાં આવે.
89