________________
આ જીવોનો પ્રવાહ અનાદિ છે અને અનંત કાળ સુધી રહેશે. એ પ્રવાહ નિરંતર ચાલુ છે, કાયદેસર છે, વ્યવસ્થિતના નિયમથી છે.
વ્યવહારમાં જીવો સંખ્યાત-અસંખ્યાત છે અને અવ્યવહાર રાશિના જીવો અનંત છે. અનંતમાંથી ગમે તેટલું ઘટે તોયે અનંત રહેશે. સિદ્ધક્ષેત્રમાં અનંત છે, તેમાં ગમે તેટલું વધે તોયે અનંત રહેશે.
વ્યવહારમાં જે ચેતન તત્ત્વ પોતાના સ્વભાવમાં આવી ગયો કે તે મોક્ષે જાય છે.
આ સંસાર એ તો આત્માનું ડેવલપમેન્ટ છે. આમાં મૂળ આત્મા તો ડેવલપ થયેલો જ છે, એ પોતે આત્મા જ છે. પણ આપણી શ્રેણી એવી ઉત્પન્ન થયેલી છે કે આપણે પૌદ્ગલિક માન્યતામાં દૃઢ થઈ ગયેલા છીએ. તે માન્યતા ખસતી ખસતી મૂળ ચૈતન્ય સ્વરૂપની ભાવના ઉત્પન્ન થાય કે મોક્ષ.
સોફો કાયમ સોફો જ છે, પણ એને માન્યતા બેસી ગઈ છે કે ‘હું સ્ટેજ છું.’ એ માન્યતા ખસતી ખસતી ‘હું સોફો જ છું’ અનુભવ થઈ જશે અને પેલી માન્યતા ખલાસ થઈ જશે કે પૂર્ણાહુતિ.
આખા જગતના બધા આત્મા મોક્ષે જાય એવું બનવાનું નથી પણ પ્રત્યેક આત્માનો વહેલો-મોડો મોક્ષ થવાનો. આ પ્રવાહરૂપે જીવો મોક્ષે જાય
છે જ.
મોક્ષ જવામાં ઓછામાં ઓછો કાળ કેટલો ? તો કરોડો અવતારે ને કરોડો વર્ષો પછીયે મોક્ષ ના થાય. ભગવાને કહ્યું છે કે ઉપશમ સમકિત થાય, પછી અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં આવે. ત્યાર પછીયે અબજો અવતાર બાકી રહે, નહીં તો લોકોને તો અવતારની પરંપરા જ છે. હિન્દુસ્તાનમાં કો’ક ફેરો જન્મ થયો અને જ્ઞાની પુરુષ મળ્યા ને મેળ બેસી ગયો તો મોક્ષે જાય.
આ કાળમાં જ્ઞાની પુરુષ દાદા ભગવાનની કૃપાથી કારણ મોક્ષ ખુલ્યો છે. તેની પ્રાપ્તિ પછી ઓછામાં ઓછો એક અવતાર બાકી રહે. આ કાળમાં આ ક્ષેત્રથી કાર્ય મોક્ષ સીધો થઈ શકે એમ નથી.
87