________________
મોક્ષે ગયા પછી દરેક મુક્તાત્માનું ક્ષેત્ર જુદું, એમનો ત્યાં ભાવ એક જ. ત્યાં દ્રવ્ય એક થઈ ગયું સંપૂર્ણ કેવળજ્ઞાનમાં જ.
નિર્વાણ પામ્યા પછી દરેક આત્મા મોક્ષમાં સ્વતંત્ર, જુદા જુદા રહે છે. કોઈ બૉસ નહીં, અંડરહેન્ડ નહીં, કોઈની જોડે સમાઈ જવાનું નહીં. દરેકે પોતાના પરમાનંદમાં રહેવાનું.
બધાથી પોતે જુદો એનું નામ મોક્ષ. બધાથી પોતે જુદો એનું નામ આત્મા. આ તો સંસારમાં આત્માની સ્થિતિઓ છે, એના પર્યાય છે. બાકી મોક્ષની ઉપર કોઈ કક્ષા જ નથી. એ કેવી રીતે કહી શકાય ? દાદાશ્રી પોતાનો અનુભવ કહે છે કે હું પોતે પરિપૂર્ણ થયો છું. અત્યારથી જ મુક્ત થઈ ગયો છું, એવો અનુભવ વર્તે છે. દેહનો માલિક ના હોય, ટેન્શન ના થાય, બુદ્ધિ ના હોય. અહીં જ પહેલી મુક્તિ વર્તાયા કરે.
દરેક જીવ આત્મા છે અને આત્માનો સ્વભાવ મોક્ષ છે, તો દરેક જીવનો મોક્ષ થવો જોઈએ ને ? તો કોઈનો વહેલો મોક્ષ થાય, કોઈનો મોડો મોક્ષ થાય. એનું કારણ એ છે કે સો છોકરાંની લાઈન હોય તો પહેલો આગળ હોય એ ખસે, પછી બીજો આવે. પણ લાઈન તૂટ્યા વગર આગળ જાય છે, એવી રીતે લાઈનબંધ જીવોનો મોક્ષ થઈ રહ્યો છે. ભૂલ
ક્યાં થાય છે, પોતે સ્વતંત્ર છે પણ ઊંધું-ચતું કરવાની દાનત થવાથી રખડી પડે છે.
આ સંસાર સ્થિરરૂપે નથી, પ્રવાહરૂપે છે. નદીનું પાણી વહે એવી રીતે આ વહેતું જગત છે. જે પાણી દરિયાને મળે તે પાણીનો મોક્ષ થયો. પછી બીજું પાણી આવશે તેનો મોક્ષ થશે. એમ પ્રવાહરૂપે હોવાથી બધાનો મોક્ષ એકસામટો ના થાય.
અમુક આત્મા મોક્ષે જાય તો એટલા બીજા આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આવે છે. એટલે વ્યવહારમાં એક જીવ વધે-ઘટે નહીં ને એટલી ને એટલી જ સંખ્યા રહે છે.
અવ્યવહાર રાશિમાં જીવો પોતે કર્તાપદમાં હોતા નથી, એટલે એ જીવોને કર્મની અકામ નિર્જરા થવાથી, કર્મના ક્ષયોપશમથી કાળ જાય તેમ એ જીવો વ્યવહાર રાશિમાં આવતા જાય છે.
86