________________
પોતાના કાયમી સુખમાં રહે છે. પોતાના મુક્તિપણાના ભાનમાં નિરંતર રહે છે.
પાંચ લાખ સોનાની લગડીઓનો ઢગલો પડ્યો હોય તો એ સોનારૂપે એક છે, પણ લગડીરૂપે અસ્તિત્વ નોખા છે. એવું અનંત આત્માઓ છેવટે સ્વભાવે એક પરમાત્મા જ છે, પણ પ્રત્યેક આત્મા પોતાના વ્યક્તિત્વભાવને છોડતા જ નથી. એક એટલે એક સ્વભાવના છે, આત્મામાં કોઈ ફેર નથી.
વ્યવહારમાં વ્યક્તિત્વ જુદા પડવાનું કારણ દરેકના કાળ અને ક્ષેત્ર જુદા જુદા હોય છે. એક વ્યક્તિ જે ક્ષેત્રમાં બેઠો હોય, તે ક્ષેત્રમાં બીજી વ્યક્તિ તે કાળે ન જ હોય. બીજી વ્યક્તિ એ ક્ષેત્રમાં આવે ત્યારે કાળ બદલાઈ ગયો હોય. એટલે ભિન્નતા રહે છે.
વસ્તુ એકની એક જ છે, પણ દરેકના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ફેર છે. દરેક જીવ પોતાના ક્ષેત્રમાં રહ્યો છે. પછી દરેકને કાળ જુદો લાગુ પડે. દ્રવ્ય એટલે ગયા અવતારની પ્રકૃતિ અને ભાવ જુદો પડે. એક આજે લાંચ ના લેતો હોય પણ એને ભાવ થાય કે લાંચ લેવી જોઈએ. એટલે આમ દરેકની વ્યવહાર જુદો જુદો હોય.
આ જગત જીવોનો પ્રવાહ વહી રહ્યો હોય એવું છે. નિરંતર પરિવર્તન થતું, એક ક્ષણ સ્થિર નથી હોતું એવું વહ્યા જ કરે છે. જ્યારે જ્ઞાનચક્ષુ ખુલ્લા થઈ જાય, ત્યારે જ્ઞાની પુરુષોને જગત વહેતું દેખાયા કરે. એક ક્ષેત્રમાં પોતે હોય, એ ક્ષેત્રમાં બીજો આવે તો કાળ બદલાઈ જાય. એટલે દેહ, આકાર, પુણ્ય-પાપ બધાને જુદું જુદું થઈ જાય. પણ આત્મસ્વરૂપે બધા એક સ્વભાવી છે.
દરેક જીવને બધા અનુભવ લેવા પડે ત્યારે મોક્ષે જાય. એને પોતાને ખાતરી થવી જોઈએ કે આમાં સુખ નથી. જેને જે અનુભવ બાકી હશે, તે અનુભવ એને કરવા જવું પડે.
અક્રમ માર્ગ તો જે લોકો સંસારમાં ફરી ફરીને તૈયાર થયેલા છે પણ માર્ગ મળતો નથી એવા લોકો માટે છે. છતાં આમાં કેટલાયને પુણ્ય ના હોય તો ના પામે.
95