________________
કોઈ જીવને દુઃખ આપવાનો ભાવ કર્યો તો વજનદાર પરમાણુ ચોંટે ને તે નીચે લઈ જાય. દુનિયાને સારું કરવાના વિચાર થાય તો હલકા પરમાણુ ચોટે ને તે ઉપર લઈ જાય.
બધા કર્મ છૂટી ગયા તો આત્માનો સ્વભાવ જ ઊર્ધ્વગામી છે, પછી મોક્ષે જ જાય.
જ્ઞાની મળે તો પુગલનો ભાવ તૂટે તો કર્મથી મુક્તિ મળે, નહીં તો ના છૂટાય. ત્યાં સુધી કાળ, કર્મ ને માયા બધું નડવાનું.
તુંબડાને પાણીમાં દબાવી રાખે ને છોડી દે તો ઉપર આવી જાય, તેમ જો કદી પુદ્ગલ ના રહે ને પોતે શુદ્ધાત્મા થઈ જાય તો સિદ્ધગતિમાં જતો રહે.
એરંડાનું બીજ છે તે ફૂટે છે તે ઊંચું થઈને ફૂટે તેવી રીતે છેલ્લા અવતારમાં દેહથી આત્મા છૂટી તે સિદ્ધક્ષેત્રે જાય છે.
આપણે ભાવ કરેલા કે મારે મોક્ષે જવું છે. તે પૂર્વ પ્રયોગના આધારે, ધર્માસ્તિકાય દ્રવ્ય (ગતિસહાયક તત્ત્વ) છે, તે પોતાને મોક્ષે પહોંચાડે છે. પોતાનો સ્વભાવ ઊર્ધ્વગામી છે અને ધર્માસ્તિકાય મદદ કરે છે, તે સિદ્ધક્ષેત્રે લઈ જાય છે. જેમ માછલું પાણીમાં તરે ને પાણીનું વહેણ માછલાંને આગળ લઈ જાય તેવું.
| [૧૮] મોક્ષ જ્ઞાની પુરુષ પોતાને સ્વરૂપજ્ઞાન આપે ત્યારે પોતે અંદર મુક્તિ સુખ ભોગવે તે શરીર સાથે મોક્ષ અને પછી દેહના કર્મો પૂરા થાય એટલે પછી સંપૂર્ણ આત્યંતિક મોક્ષ, શરીર વગરનો મોક્ષ.
દરેક આત્મા મોક્ષે ગયા પછી જુદા જ રહે છે, અસ્તિત્વથી અલગ રહે છે. પોતાનું સુખ અનુભવવા પોતે અલગ છે. એક સ્વભાવવાળા બધા આત્માઓ છે. સિદ્ધક્ષેત્રમાં બીજા આત્મા જોડે એકીકરણ થતું નથી. દરેક સિદ્ધ ભગવંતો પોતાનો સ્વતંત્ર લાભ ભોગવે છે.ઠેઠ અનંત કાળ સુધી પોતાના જ્ઞાન-દર્શનમાં રહી પોતાના આનંદમાં રહે છે,