________________
‘અહો' આ અપૂર્વ વાણી, નીસરી જગ કલ્યાણે
આ તદ્દન નવી વાત છે. આ અપૂર્વ વાત છે, આ પરંપરાની વાત નથી. અપૂર્વ એટલે પૂર્વે ક્યારેય પણ સાંભળી ના હોય, વાંચી ના હોય, જાણેલી ના હોય, અનુભવેલી ના હોય એવી આ અપૂર્વ વસ્તુ છે !
આ બધું પહેલી વખત સાંભળવામાં આવે. એટલે આ અપૂર્વ જ્ઞાન કહેવાય, અને તે જ છે તે રિયલ જ્ઞાન કહેવાય છે. રિયલ એટલે આપણું કામ થાય એવું, મુક્ત કરે એવું.
અને ફેક્ટ (વાસ્તવિક) વસ્તુ છે પાછી. કોઈ દહાડોય આવું સાંભળેલું હોય કે ચિંતા રહિત થાય ! એવો કોઈ ચિંતા રહિત નહીં થયેલો. અહીં સંસારમાં રહીને મોક્ષે જાય એવું બનતું હશે ? પણ અહીં આ વાણી અપૂર્વ વસ્તુ છે. આ અમારી વાત જ બધી અપૂર્વ લાગેને ! તમને મહીં આ એમ ને એમ સાંભળતા જ અંતર શાંતિ થઈ જાય. અને અમારી વાત સ્યાદ્વાદ ગણાય. અહીં ગમે તે નાતનો બેઠો હોય તોય બધાને એડજસ્ટ થાય. પક્ષાપક્ષીથી રહિત હોય અમારી વાણી, નિષ્પક્ષપાતી હોય. એમાં પક્ષપાત ના હોય કે ભઈ, આ વૈષ્ણવ પક્ષના કે શિવ પક્ષના કે જૈન પક્ષના કે મુસ્લિમ પક્ષના એવું-તેવું કશું ના હોય. અહીં મુસલમાનો બેસે તોય સરસ લાગે એમનેય.
પ્રશ્નકર્તા: અને સમગ્ર ખુલાસા વગર સમાધાન ટકે પણ નહીં. દાદાશ્રી : ના, તે ટકે નહીં. સમગ્ર ખુલાસા વગર ટકતું હશે ? એક જરાક હીંચ આવે તો ઊડી જાય. એથી બહાર લોકોને ટકતુંયે નથીને ! લાઈટેય થતું નથીને !
પ્રશ્નકર્તા: આ તો આપને એટલો બધો, સમગ્ર ખુલાસો પ્રગટ થયો છે અને પાછો એ બધો ખુલાસો સામાને ક્યારેય અસમાધાન ના થાય એવી રીતે આપ આપી શકો છો.
દાદાશ્રી : મારી દાનત ચોખ્ખી છે એટલે. લોકોનું કલ્યાણ થાય એવી દાનત છે મારી એટલે અને આ અપૂર્વ વસ્તુ છે. આ તો દસ
7