________________
ચૌદ ગુણસ્થાનકને ભેદે તેવી ચોદ આપ્તવાણીઓ
આપણી ચોદ આપ્તવાણીઓ થશે, એમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જશે. એટલે હવે આ આપ્તવાણી પુસ્તકો શાસ્ત્રરૂપે થવાના છે. પણ શાસન તો મહાવીરનું કહેવાશે, શાસન અમારું ના હોય. અમે તો આ શાસનના શણગાર કહેવાઈએ. આ ચૌદ આપ્તવાણીઓ બહુ કામ કરશે.
આ ચૌદનો નંબર આપણે ત્યાં કેવો છે ? આપણું જ્ઞાન લીધા પછી જો કોઈ ચૌદ વર્ષ અમારી આજ્ઞામાં રહે, તો એની ઘણી બધી (ભરેલા માલની) ટાંકી ખલાસ થઈ જાય. એટલે પછી એનું આદર્શ જીવન થઈ જાય. પેલી ટાંકી કોઈની વહેલીયે ખલાસ થઈ જાય, પણ વધારેમાં વધારે ચૌદ વર્ષ.
પ્રશ્નકર્તા: બધા માલ ચૌદ વર્ષે ખાલી થઈ જાય એમ કહો છો, તો ચૌદ વર્ષનું જ કેમ મહત્વ ?
દાદાશ્રીએવું છે, ચોદનો આંક બહુ જગ્યાએ છે. ચોદનું બહુ મહત્વ છે. આ જગત ચૌદ રાજલોક (રજૂ પ્રમાણ) છે. ચૌદ લોકનો નાથ કહેવાય છે; ચૌદ ગુણસ્થાનક છે; ચૌદ પૂર્વનું જ્ઞાન છે; રામચંદ્રજીને ચૌદ વર્ષનો વનવાસ હતો અને આ આપણી આપ્તવાણી પણ ચોદ નીકળવાની છે. ચોદ આપ્તવાણી ચોદેય ગુંઠાણાને સ્પર્શ કરે એવી. નીકળવાની છે. જુઓ, ચોદ ગુંઠાણા છે. આ આપ્તવાણીઓમાં ચોદેયા ગુણસ્થાનકનું પૂરું જ્ઞાન છે. ચોદેચીદ આપ્તવાણી ચૌદેય ગુણસ્થાનકે ભેદે એવી છે.
પ્રશ્નકર્તા : દાદાશ્રીનો જન્મય કારતક સુદ ચૌદસ ! દાદાશ્રી: હા, ચૌદસ, ખરું. એટલે ચૌદ શબ્દનો બધો મેળ પડે
[દાદાશ્રીનો દેહવિલય પણ (તા. ૨-૧-૧૯૮૮ શનિવાર, પોષ સુદ ચૌદસના દિને થયેલો.
દાદાશ્રી પોતાની જ્ઞાનદશા માટે હંમેશાં કહેતા, અમે ચૌદસ સુધી પહોંચ્યા છીએ, પૂનમ (કેવળજ્ઞાન) થઈ નથી.]