________________
ના થાય અને પ્રદેશો પહોળા થાય ને સંકોચાય ત્યારે આત્મા અશુદ્ધ ઉપયોગમાં હોય.
[૧૫.૨] તાભિમાં આત્મપ્રદેશ તિરાવરણ આત્મા અનંત પ્રદેશ છે. એના દરેક પ્રદેશે કર્મ ચોંટેલા છે, તે આત્માના પ્રકાશને બહાર જવા દેતા નથી. પણ આઠ રૂચક પ્રદેશો નાભિ પાસે, દંટી પાસે છે એ પ્રદેશો ખુલ્લા છે. તેમાંથી કંઈક પ્રકાશ બહાર નીકળે છે. એટલે માણસને પોતાનું ઘર જડે, વાઈફ-છોકરાં જડે. દરેક જીવને રૂચક પ્રદેશો આવરાય નહીં, તેથી તો ભાન રહે છે. જેને લીધે એનો વ્યવહાર ચાલે છે.
માણસ અમુક લિમિટ સુધી જ મોહ કરી શકે. એ લિમિટ ના હોત તો નાભિમાંય આવરણ થાત ને પછી વ્યવહાર ખોરવાઈ જાત. પણ એવું બને નહીં, નાભિપ્રદેશ ખુલ્લા જ રહે છે.
નાભિપ્રદેશે આવરણ આવે એવું છે જ નહીં. ગમે તેટલો મોહ કરે પણ ત્યાં આવરણ આવતા પહેલા કોઈ ગતિમાં જઈને ભોગવી આવે.
મોહના આધારે ચાર ગતિ છે ને મોહ ખલાસ થયે મોક્ષ.
એકેન્દ્રિય જીવને પણ આઠ રૂચક પ્રદેશો ખુલ્લા છે, તો જ એને કંઈક ભાન રહે.
આઠ રૂચક પ્રદેશોમાં આવરણ નથી આવતું, પણ બીજે દરેક પ્રદેશ તો આવરણ છે જ. તે જ્યારે દરેક પ્રદેશે આવરણ તૂટે તો કેવળજ્ઞાન થાય. આ તો આઠ રૂચક પ્રદેશે આવરણ નથી, તે ફક્ત વ્યવહાર ચલાવવા પૂરતો જીવોને કામ લાગે.
ક્રમિક માર્ગમાં જેટલું આવરણ ખસે એટલું સમ્યક્ દર્શન થાય અને અક્રમમાં જ્ઞાની પુરુષની કૃપાથી જ્ઞાનવિધિમાં અમુક આવરણ તૂટે. તે પોતે પોતાને જાણે. પોતે સ્વ-પર પ્રકાશક થાય.
આઠ પ્રકારના કર્મની વર્ગણા જુદી અને આ આઠ રૂચક પ્રદેશોયે જુદા.
18