________________
આ મન-વચન-કાયાના ત્રણ આવરણોથી આત્માનું લાઈટ રોકાયેલું છે. દાદાશ્રી કહે છે, અમારા બધા આવરણ તૂટી ગયા છે, તેથી મહીંવાળા ભગવાન સંપૂર્ણ પ્રકાશમાન થયા છે.
જે પ્રદેશનું આવરણ ખસે એટલું જ્ઞાન ખુલ્લું થતું જાય, કોઈને અમુક પ્રદેશ ખુલ્લો થાય તો વકીલનું જ્ઞાન ખુલ્લું થઈ જાય, કોઈને ડૉક્ટરનું જ્ઞાન ખુલ્લું થઈ જાય. સર્વત્ર પ્રદેશી જ્ઞાન ખુલ્લું થાય ત્યારે કેવળજ્ઞાન થાય.
અનંતા જીવો છે, એમાં દરેક જીવની પ્રકૃતિ જુદી જુદી છે. દરેકને જુદી જુદી શક્તિ પ્રગટી છે, એટલી શક્તિ એક આત્મામાં છે. જેને જે શક્તિ પ્રગટ થઈ, તેનાથી એ રોટલા રળી ખાય.
આવરણ તૂટવા એ બધું નિયમસર હોય છે. બધાને સુથારી કામનું આવરણ તૂટે તો બધા સુથાર જ થઈ જાય, તો શી દશા થાય ? એટલે આ “વ્યવસ્થિત'ના પ્રમાણથી બધું થયા કરે છે.
જ્ઞાની પુરુષ નિરાવરણ કરી આપે ત્યારે આત્માનું ભાન થાય. સંપૂર્ણ નિરાવરણ થઈ જાય તો પરમાત્મા થઈ જાય.
આત્માના બે પ્રકારના પ્રકાશ : ડિરેક્ટ અને ઈન્ડિરેક્ટ પ્રકાશ. પ્રાકૃત્ત શક્તિઓ તે પણ આત્માની જ શક્તિ છે, એમાં જ્ઞાન છે તે આત્માનું જ છે, પણ તે અહંકાર-બુદ્ધિથી છે એટલે ઈન્ડિરેક્ટ પ્રકાશ, પરપ્રકાશ કહેવાય.
જે પ્રદેશ ખુલ્લો થયો એ એનું જ્ઞાન ચાલુ થઈ જાય. પછી એ જ્ઞાનનો દુરુપયોગ કરવો કે સદુપયોગ કરવો એ પોતાની જવાબદારી છે.
આત્માના પ્રદેશો લંબાય છે. તે જ્યારે આ દેહ છોડે અને બીજા ગર્ભમાં પ્રવેશે ત્યારે એટલો લંબાય છે. પણ આત્મા સ્વભાવે એક જ પદાર્થ છે એટલે પ્રદેશ જુદા પાડી શકે એમ નથી.
માણસ ક્રોધ કરે ત્યારે હાથ-પગ ધ્રૂજે ત્યારે આત્માના પ્રદેશો બહાર નીકળવા માંડ્યા હોય છે.
જ્યારે પોતે શુદ્ધ ઉપયોગમાં હોય ત્યારે આત્માના પ્રદેશો કંપાયમાન
77