________________
બોલીએ અથવા હાથ છે એમાં બહુ છિદ્રો છે એવું આત્માને અનંત પ્રદેશો છે. પ્રદેશ એટલે વિભાગ. એક-એક પ્રદેશે એક-એક જુદું જુદું જ્ઞાન છે. તે શેયો અનેક હોવાથી જ્ઞાન અનંત છે. એટલે આત્મા અનંત પ્રદેશ છે, તેથી પ્રત્યેક શેયને જોઈ શકે છે.
જે પ્રદેશ ઉપરનું આવરણ તૂટે, એ પ્રદેશનું જ્ઞાન બહાર પડે.
આત્માના અનંત પ્રદેશો હોવા છતાં એકાકાર છે, સંયોગી નથી, અવિભાજ્ય છે, સ્વાભાવિક છે.
વ્યવહારમાં અસંખ્યાત પ્રદેશી ગણાય અને મૂળ આત્મા અનંત પ્રદેશ છે.
આ જગતમાં અનંત જીવો છે. આ જગતમાં દરેક જીવને જે જ્ઞાન પ્રગટ થયું છે તેટલું જ્ઞાન એક આત્મામાં છે. તેથી અનંત પ્રદેશી આત્મા છે. એક પ્રદેશ ખુલે તો તેટલું જ્ઞાન પ્રગટ થાય.
સિદ્ધ ભગવંતોને દરેકે દરેક પ્રદેશ ખુલ્લા હોય. તે પ્રદેશોથી દરેક શેયને જુએ-જાણે.
પોતાના આત્મ પ્રદેશમાં જોવા-જાણવાપણું જ છે, બીજું બધું મુશ્કેલી. દુઃખ બધું પારકા પ્રદેશમાં છે.
આત્માના પ્રત્યેક પ્રદેશે આનંદ છે. જ્ઞાન મળ્યા પછી જેમ જેમ પ્રદેશો નિરાવરણ થતા જાય, તેમ તેમ આનંદ વધતો જાય.
પોતાના પ્રત્યેક પ્રદેશમાં કોઈ રાગ-દ્વેષ નથી, વીતરાગ ભાવ જ છે.
એક પણ પ્રદેશે પુદ્ગલ પરમાણમાં હું નહીં એવું માન્યામાં આવે તો પોતાનું સંપૂર્ણ સુખ વર્તાય. (એક પરમાણુ આત્મા ઉપર જેટલી જગ્યા રોકે એને પ્રદેશ કહેવાય.)
એકેન્દ્રિય જીવને એક કાણું ખુલે એટલો પ્રકાશ, એટલી શાંતિ વર્તે. બીજા આવરણોને લઈને તરફડાટ રહે. બે ઈન્દ્રિય જીવોને બે કાણાં એમ ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિય જીવોને ત્રણ-ચાર-પાંચ કાણાં ખુલ્લા થયા. મનુષ્ય થયા તોયે શાંતિ નથી રહેતી, તો બીજા જીવોને કેટલી મુશ્કેલી ?
76