________________
સ્થિર થાય તો ત્યાં સ્થિર થઈ જાય. આપણે કોઈ ચેષ્ટા ના કરીએ તો દશ્ય કશું ચેષ્ટા ના કરે, એવી રીતે પોતે જ્ઞાનથી અચળ પરિણામી થાય તો પેલું રિલેટિવ અચળ થશે. છતાં આ દૃશ્ય વિનાશી છે. પોતે અવિનાશી આત્મારૂપ થયો એટલે બધામાંથી છૂટી ગયો.
આ ચકલી અરીસા સામે આવીને બેસે તો અરીસામાં એના જેવી જ બીજી ચકલી મહીં દેખાય. એટલે ચકલીની બિલીફ બદલાય અને મહીં બીજી ચકલી છે એવું એ માને. પછી અરીસાની ચકલીને ચાંચ માર માર કરે. બિલીફ ફેરફાર થઈ કે તેવું દેખાય છે. પછી જેવું કલ્પે તેવું થઈ જાય.
દરિયા કિનારે પાંચ લાખ ઘડા મૂક્યા હોય તો પાંચ લાખ ચંદ્રના પ્રતિબિંબ દેખાય અને આખા સમુદ્રમાં એક જ ચંદ્રમાં દેખાય. એવું આત્મા નિશ્ચયથી એક છે, વ્યવહારથી જુદા જુદા છે. ભાજન છે ત્યાં સુધી આત્મા જુદા જુદા છે, પરમાત્મા એક છે, એક સ્વભાવી છે.
આત્માનો સ્વભાવ એવો છે કે દરેક વસ્તુ મહીં દેખાય. કોઈ બેચાર જણ આવ્યા હોય, તેમાં કોઈ માની હોય તો તેનો ફોટો મહીં પડે. આપણામાં આ માન નહોતું તો ક્યાંથી આવ્યું ? આપણામાં હોત તો પહેલેથી ના દેખાત ? એટલે આ પરભાર્યો માલ છે તે આપણામાં દેખાય છે. આપણે એને જુદું જોવું.
આત્મા પોતે પ્રકાશક વસ્તુ છે, એમાં જગતનું પ્રતિબિંબ પડે છે. એટલે પોતાને ગભરામણ થાય છે, કે આ શું છે બધું ? કોણે કર્યું આ ? પછી ‘મેં કર્યું’ એવી ભ્રાંતિ ઊભી થઈ જાય છે. જગત પોતાની અંદર પ્રકાશે છે તે ઉપાધિ છે, તેથી સંસાર ઊભો રહ્યો છે.
પોતે જાણે કે આ મારા સ્વભાવને લઈને આ બધી વસ્તુઓ પ્રકાશમાન થાય છે, પણ વસ્તુઓ તો બહાર જ છે. ત્યારથી પોતે પોતાનું સુખ ચાખે અને ઉપાધિઓ છૂટી જાય.
[૧૫] આત્માતા પ્રદેશો
[૧૫.૧] પ્રત્યેક પ્રદેશે અનંત જ્ઞાત, અનંત શક્તિ, અનંત સુખ આત્માના અનંત પ્રદેશો છે. જેમ માથું છે એમાં બહુ વાળ છે, એવું
75