________________
આત્મા સ્વ-પર પ્રકાશક છે. એટલે પોતાને પણ પ્રકાશ કરે ને બીજાને, જગતને પણ પ્રકાશ કરે. એટલે જગત પોતાની મહીં જ ઝળકે. અરીસામાં આપણે દેખાઈએ, પણ અરીસામાંથી એ આપણને ના જુએ. પોતે શાતા હોવાથી પ્રકાશથી તે બધું જુએ છે. પોતાને પોતાનું ભાન થયું હોવું જોઈએ. આત્મા જેટલો પોતાના સ્વ-સ્વભાવમાં આવે એટલું બધું દેખાય.
આત્માને શાશ્વત દર્પણ કહ્યો છે. કારણ કે પોતાની મહીં બધું ઝળકે છે. આત્મા એક જાતનો દર્પણ છે. આ તો પછી અમુક અમુક સ્ટેજમાં એનો અર્થ ઊંચો થતો જાય. છેવટે દર્પણ જેવો રહે છે.
અરીસાની ઈચ્છા વગર અરીસામાં બધું દેખાય. અરીસો જીવતો હોત તો કહેત કે જો તમે બધા બહાર ઊભા છો, પણ મને મહીં દેખાય છે. પણ અરીસામાં ચેતન નથી અને આત્મામાં ચેતન છે એટલે કહે છે, મને આ દેખાય છે.
ખરેખર આત્માને બહાર જોવાની શક્તિ નથી. આ તો પોતાને અંદર ઝળકે છે, તેને જ પોતે જુએ છે.
આત્માને જ્ઞાતા-દ્રષ્ટા કહ્યો છે, તે શરૂઆતની સ્ટેજમાં, પણ છેલ્લો દેહ છૂટ્યા પછી તો એ દર્પણરૂપ થાય છે.
ભ્રાંતિથી પોતે કર્તા ને ભોક્તા થઈ બેઠો'તો, વિભાવમાં. તેથી સ્વભાવ જાગૃતિમાં લાવવા કહેવું પડ્યું કે તું જ્ઞાતા-દ્રષ્ટા છે. પણ તે જોવાનું કાર્ય સહજ હોવું જોઈએ. જોવાનું કાર્ય પોતે કરવું પડે, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું પડે છે. એટલે એનેય જાણનાર ઉપર છે. મૂળ આત્મામાં આખું જગત મહીં ઝળકે, એણે જોવા જવું ના પડે. આ તો વચલું સ્ટેજ છે. આ જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ પ્રજ્ઞાનો ઉપયોગ છે. જ્યારે કેવળજ્ઞાનમાં અંદર બધું ઝળકે છે.
આત્મા અરીસા જેવો છે અને જગત અરીસા જેવું થઈ ગયું છે. એટલે આત્મારૂપી અરીસામાંથી પોતે જુએ છે અને પોતાની જ પ્રક્રિયા બધી પોતાને જગતરૂપી અરીસામાં દેખાય છે. પોતે પોતાની પ્રક્રિયામાં સપડાયો છે, નહીં તો કોઈ નામ દેનાર નથી.
પોતે અહીં કૂદે તો અરીસામાં પોતાની જાત કૂદતી દેખાય અને પોતે
74