________________
પરમાણુથી આત્માને જુદું પાડવાનું એવું બીજા તત્ત્વોથી પણ આત્માને જુદો પાડવાનો, નહીં તો બીજા તત્ત્વો વળગેલા રહે ને બંધન રહે.
આત્મા આકાશમાં છે પણ પોતે આકાશ રોકતો નથી. સિદ્ધક્ષેત્રમાં પણ એવી રીતે રહેલો છે, અન્અવગાહક છે. આત્માને આકાશના અવલંબનની જરૂર નહીં.
આત્મા એ જ્ઞાન જ છે અને એ જ્ઞાન આકાશ જેવું અરૂપી છે. જ્ઞાનનું સ્વરૂપ રૂમને જુએ તો રૂમને દેખે અને આકાશને જુએ તો અરૂપી આકાશને દેખે. એટલે જ્ઞાન એક જ છે. જોતી વખતે એના ભાગ જુદા જુદા છે, પણ જ્ઞાન તેનું તે જ. જ્યાં સુધી સાંસારિક જ્ઞાન છે, વિશેષ જ્ઞાનમાં છે પોતે, ત્યાં સુધી આત્મા દેખાય નહીં. મારી વાઈફ, મારા ધણી એવું દેખાય. આત્મા જાણ્યા પછી આત્માયે દેખાય અને રિલેટિવેય દેખાય.
આત્મા અરૂપી આકાશ જેવો છે, છતાં આખા દેહમાં રહ્યો છે. આ શરીરમાં આકાશની પેઠ બધે રહી શકે. જડ પરમાણુએ જગ્યા રોકી હોય ત્યાં આત્મા નથી, અવકાશ ભાગમાં આત્મા છે.
આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે, એટલે એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર જ છે. કેવળજ્ઞાન સ્વરૂપ એ આકાશ જેવો અરૂપી સ્વભાવ છે એનો.
જેમ આ ડબ્બીમાં આકાશ છે અને બહાર પણ આકાશ છે. ડબ્બીનું આકાશ દિવ્યચક્ષુથી જોઈ શકાય, જાણી શકાય પણ આ ઈન્દ્રિયોથી ના દેખાય એ.
[૧૪] અરીસા જેવું સ્વરૂપ આત્માનું ફિઝિકલ (ધૂળ) વર્ણન કરવા માટે અરીસો જ એક સાધન
આત્મા અરીસા જેવો છે. અરીસામાં બહારની બધી વસ્તુઓ ઝળકે, એમ આત્મામાં એની મહીં આખું બ્રહ્માંડ ઝળકે. એને પોતાને બહાર જોવા જવું ના પડે. આત્માનું દ્રવ્ય જ એવું છે કે પોતાનામાં બધું ઝળકે. ફક્ત અરીસો જડ છે અને આત્મા ચેતન છે.
73