________________
કોઈ સિમિતિ હોતી જ નથી. તેથી આવા દાખલાઓથી આત્માને કંઈક સમજી શકાય.
છતાં આત્મા આકાશ જેવો જ છે, એવું માની બેસવાની જરૂર નથી, નહીં તો પોતે આકાશસ્વરૂપ થઈ જાય ને આકાશ જડ છે.
આત્મામાં આકાશ ના હોય. આકાશ જેવો એટલે બધે પ્રસરી જાય એવો છે, આરપાર જતો રહે એવો છે.
મોટો ડુંગર હોય તો એની મહીંથી આત્મા આરપાર જતો રહે. એને કંઈ ફરીને જવું ના પડે. એ તો અવકાશ જ ખોળે. એવી કોઈ ચીજ નથી કે જેની મહીં અવકાશ ના હોય. દરેક ચીજમાં આકાશ તત્ત્વ હોય જ, એટલે એ પોલું હોય. એટલે એ પોલામાં થઈને આત્મા તત્ત્વ મહીંથી નીકળી જાય.
પથરામાં, લોખંડમાં, વાળમાં, નખમાં, હીરામાં બધામાં આકાશ હોય જ. હીરામાં સૌથી ઓછું આકાશ હોય, તેથી તે જલદી ભાંગે નહીં. જેટલું આકાશ તત્ત્વ ઓછું એટલું મજબૂતી વધારે. એટલામાં આકાશ તત્ત્વ વધારે તે તરત ભાંગી જાય. આત્મામાં પોલ નથી, આકાશ નથી.
આત્મા ગમે તે ચીજમાંથી નીકળી શકે પણ પોતાના આવરણ ભેદી ના શકે. કારણ કે એને આવરણ લાવનારોયે પોતે ને આવરણ ભેદનારોયે પોતે.
આકાશને બાઉન્ડ્રી નહીં પણ આત્મા બાઉન્ડ્રીવાળો. કારણ કે આત્મા જોય હોય ત્યાં સુધી જ જોઈ શકે. અલોકમાં આકાશ એકલું જ છે, ત્યાં શેય નથી, તો શું જુએ ?
આકાશ દરેક જગ્યાએ છે, આત્મા દરેક જગ્યાએ નથી. આકાશ નિશ્ચેતન છે, આત્મામાં ચેતન છે. આ ચેતન ગુણને લઈને એ પરમાત્મા છે. બીજા કોઈનામાં એ ગુણ નથી. આત્મા અરૂપી છે, તો આકાશેય અરૂપી છે. પણ આકાશમાં સ્થાન આપવાનો ગુણ છે, આત્મામાં એ ગુણ નથી. આત્મા લાગણીવાળો, જ્ઞાનવાળો છે, જ્યારે આકાશમાં કોઈ લાગણી, જ્ઞાન નથી.