________________
આજેય પોતાનો આત્મા નિરંજન જ છે. એને કર્મ અડતા જ નથી. પોતે અજ્ઞાનતાથી માની બેઠો છે કે મેં પાપ કર્યા, પુણ્ય કર્યા. પણ તે રોંગ બિલીફ જ બેસી ગઈ છે. જ્ઞાની પુરુષ રોંગ બિલીફ ફ્રેક્ટર કરી આપે ને રાઈટ બિલીફ બેસાડી આપે તો પોતાને “ભગવાન જ છું એ ભાન થઈ જાય.
મહીંવાળા ભગવાન નિરંજન-નિરાકાર સ્વરૂપે છે. જે મૂળ ભગવાન છે, એ જ દાદા ભગવાન છે. એ મૂળ સ્વરૂપના દર્શન થાય, અરૂપી સ્વરૂપના, તો બધો રોગ ચાલ્યો જાય.
[૧૩] આકાશ જેવું સ્વરૂપ આત્મા આકાશ જેવો સૂક્ષ્મતમ છે.
આ હાથ આમથી આમ હલાવીએ તો એક જગ્યા છોડી બીજી જગ્યાએ આવ્યો. તે અવકાશ છે તો થાય પણ આકાશને સ્પર્શ કરે નહીં. આત્મા આકાશ જેવો છે.
આ નીલું દેખાય છે તે હોય આકાશ. આકાશ એટલે અવકાશ. આ નીલું દેખાય છે એ તો દરિયાના-જમીનના પડઘા છે સામસામી, બાકી આકાશ રંગવાળું નથી. આકાશ એટલે ખુલ્લી જગ્યા, અવકાશ.
હોળી સળગતી હોય તો આકાશ દાઝે નહીં. આકાશ સૂક્ષ્મ છે, એને અગ્નિ અડે નહીં. અગ્નિ આકાશને બાળી શકે નહીં. અગ્નિ સ્થળ છે, એમાંથી સૂક્ષ્મ પસાર થઈ જાય છતાં સૂક્ષ્મને કશું થાય નહીં.
આકાશમાં એટમ બોમ્બ નાખો, ભડકા કરો, ગમે તે કરો છતાં આકાશને કશું ના થાય એવો આત્મા છે. એને જગતમાં કોઈ ચીજ નુકસાન કરી શકે નહીં.
આકાશ અજીવ તત્ત્વ છે અને આત્મા ચેતન તત્ત્વ છે. કશું અડે નહીં એવો આત્મા છે, છતાં આકાશ જુદું છે ને આત્મા જુદો છે.
આકાશનું અરૂપીપણું, સૂક્ષ્મત્વપણું સમજાય, તેના આધારે આત્માના સ્વરૂપને સમજી શકાય. આત્માને એક્ઝક્ટનેસમાં સમજવા માટે દુનિયામાં
71