________________
કોઈ માણસે નાદારી કાઢી હોય તો એને લક્ષ બેસી જાય કે હું નાદાર થઈ ગયો છું. ધંધામાં કોઈ ભાગીદાર બને તો એને લક્ષ બેસી જાય કે આ મારા ભાગીદાર છે. પગ ભાંગી હોય ને લાકડીના ટેકે ચાલે તો બીજે દહાડે ઊઠે તો એને લાકડી યાદ આવે, કે મારો પગ ભાંગ્યો છે. એ લક્ષ બેસી જાય. સંસારના લક્ષ તો સહેજે બેસી જાય પણ “પોતે કોણ છે? એનું લક્ષ બેસવું મુશ્કેલ છે. જ્ઞાની પુરુષ આત્માનું લક્ષ બેસાડે ત્યારે છુટકારો થાય.
અલખ આત્માનું લક્ષ ના બેસે, ત્યાં સુધી સંસારી લક્ષના ઘા રૂઝાય
નહીં.
લક્ષ એ તો અનુભવ કહેવાય. એક વખત થયા પછી એ જાય નહીં. પણ એક ક્ષણ આત્મા ના ભૂલાય તો કામ થાય.
ચંદુ છું, આ બાઈનો ધણી છું, છોકરાનો ફાધર છું એ બધા લક્ષ બેસે પણ એવો ઉપાય નથી કે આત્મા લક્ષમાં આવે. માથાફોડ કરીને મરી જાય કે શાસ્ત્રો વાંચે પણ પોતાનું લક્ષ ના બેસે. કારણ કે પોતે વિકલ્પી છે, એને નિર્વિકલ્પીનું લક્ષ કેવી રીતે બેસે ?
આ જ્ઞાન મળ્યા પછી અનુભવ-લક્ષ-પ્રતીતિ ક્યારેય ના જાય.પોતે સ્વાનુભવપદમાં જ હોય. સવારે જાગે કે આત્માનું લક્ષ હાજર જ હોય.
લક્ષ એ નાના પ્રકારનો, અસ્પષ્ટ પણ અનુભવ જ છે. એ પોતાનું તો કલ્યાણ જ કરી નાખે.
[૧૨.૨] તિરંજત-નિરાકાર નિરંજન એટલે એને કર્મ અડતા જ નથી અને નિરાકાર એટલે એની કલ્પના કરી શકાય એવો નથી. બાકી આત્માને આકાર છે પણ તે સ્વાભાવિક આકાર છે. નિરાકાર હોવા છતાં દેહાકારે છે. જે ભાગ પર દેહનું આવરણ છે, તે ભાગમાં આત્મા છે, તેવો તેનો આકાર છે.
ગાળો ભાંડે, ગજવું કાપે, જેલમાં ઘાલે પણ કશું અડે નહીં ત્યારે એ નિરંજન થઈ ગયો.
70