________________
આ જગતની કોઈ વસ્તુ આત્માને સ્પર્શ કરી શકે નહીં. ઝીણામાં ઝીણા હથિયારથીય કપાય નહીં, કારણ કે હથિયાર કરતાયે આત્મા સૂક્ષ્મ છે.
આત્મા આકાશ જેવો સૂક્ષ્મતમ છે. ખોરાક, ભોગવવાની ચીજો, વિષય માત્ર સ્થળ છે અને આત્મા સૂક્ષ્મતમ છે, એનો શી રીતે મેળ પડે ? આ તો અજ્ઞાનતાથી લોકો અહંકાર કરે છે કે મેં વિષય ભોગવ્યો, તેથી સંસારમાં કર્મ બંધ પડે છે.
પાંચ ઈન્દ્રિયોના વિષયો, માનસિક વિષયો કે કષાયો, આત્માએ કંઈ પણ ભોગવ્યું જ નથી. ચિંતા, દુ:ખ કશું આત્માને અડતું જ નથી, કારણ કે આત્મા સૂક્ષ્મતમ છે. આ તો ભ્રાંતિથી માને છે, કે મને ચોંટી પડ્યું. પણ શી રીતે પોતાને ચોંટે ? સ્થળ અને સૂક્ષ્મતમ, એ બેનો મેળ પડે જ નહીંને !
શરીરને વેદના થાય છે, તેય અહંકાર અનુભવે છે. તે બિલીફ વેદના છે, જ્ઞાન વેદના નથી. ખાલી રોંગ બિલીફ જ છે. કારણ કે થાય છે બીજાને, શરીરને ને અહંકાર માને છે કે મને વેદના થાય છે. બાકી આત્માને કશું અડતું નથી.
આત્મા અગ્નિમાંથી પસાર થાય તોયે એને કશું અડે નહીં. અગ્નિ સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મતમ છે.
આ દીવાનો પ્રકાશ કાપીએ તો કપાય ? કાપીને બે ટુકડા ખોળવા જાય તો જડે ? ત્યારે આત્માનો પ્રકાશ તો ઓર જ છે, તે જ પરમાત્મા છે.
[૧૨] અલખ નિરંજન-નિરાકાર
[૧૨.૧] અલખ નિરંજન અલખ એટલે લક્ષમાં ના આવે એવો આત્મા છે. સંસારની દરેક ચીજ લક્ષમાં આવે પણ આત્મા લક્ષમાં ના આવે. માટે અલખ કહેવાય.
એ જ્ઞાનથી લક્ષમાં આવે, બાકી અલખ એ એનો સ્વભાવ છે. એવો કોઈ ઉપાય નથી કે સાધન નથી કે જેનાથી આત્માનું લક્ષ બેસે. એ દુર્લક્ષ છે, તેથી આત્માને અલખ નિરંજન કહ્યો.
[69