________________
[૧૫.૩] પ્રત્યેક પ્રદેશ તિરાવરણ થયે કેવળજ્ઞાત
જગતમાં જેટલા જીવો છે એ બધાનું જેટલું જ્ઞાન છે એટલું જ્ઞાન એક આત્મામાં છે, પણ તેની ઉપર આવરણ આવેલું છે.
અનંત પ્રદેશે અનંત જ્ઞાન, તેની ઉ૫૨ અનંત જાતના આવરણ, તેને લીધે અનંત વહેમ ઉત્પન્ન થાય.
પીપળાની ડાળી ‘લાખ’થી ભરેલી હોય તો ડાળી ચોખ્ખી દેખાતી નથી, તેમ આત્માના અનંત પ્રદેશે આવરણ હોવાથી શક્તિઓ દેખાતી નથી.
છે.
આરોપિત ભાવે કર્તા થવાથી કર્મો ચોંટે છે અને તેથી પ્રદેશો અવરાય
પ્રદેશ ખુલ્લા થવાથી પોતે વકીલ થાય છે, પણ વકીલ થઈને કહે છે, ‘હું કરું છું, મેં ચલાવ્યું.’ તેથી એને આવરણ પાછું આવી જાય છે. આમ આત્મા આવરણોથી ઢંકાઈ જાય છે.
આ શરીરમાં આત્માના પ્રદેશો છે તે પ્રદેશો ઉપર જ બધું કર્મોનું આવરણ ચોંટેલું છે. નહીં તો ગમે ત્યાંથી આવરણ ખુલે તો ત્યાંથી બધું
સમજાય.
એ એક-એક આવરણ કાઢતા તો હજારો અવતાર લાગે.
જ્ઞાની પુરુષ ભેગા થાય ને એમની કૃપા થાય અને સત્સંગમાં પોતે આવતો થાય તો આવરણો તૂટે. પ્રદેશો ખુલ્લા થતા જાય ને શક્તિઓ
વ્યક્ત થાય.
જ્ઞાનાવરણ-દર્શનાવરણ એમ આવરણોથી આત્મા ઢંકાયેલો છે, જ્ઞાની પુરુષના બધા જ આવરણ તૂટી ગયા હોય તેથી મહીંવાળા ભગવાન સંપૂર્ણ પ્રકાશમાન હોય.
સંપૂર્ણ નિરાવરણ થઈ જાય તો પોતે જ પરમાત્મા છે.
પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન જાણે તો એ જ્ઞાનાવરણ તૂટ્યું કહેવાય.
79