________________
આત્માના પ્રકાશથી સમજાય. એ પ્રકાશ જ સુખ આપે. એ પ્રકાશ કોઈ જગ્યાએ મૂછ ના ઉત્પન્ન થવા દે.
આ જ્ઞાન મળવાથી નિશ્ચયથી નિરિકપણું આવ્યું. હવે વ્યવહારથી નિરિકપણું આવશે તેમ પેલું જ્ઞાન પ્રગટ થતું જશે.
આત્માનો અનુભવ બધાને એકસરખો થાય કે જુદો જુદો ? જુદો જુદો થાય, તે સહુ સહુના ગજા પ્રમાણે. બાકી વિજ્ઞાન તો સરખું છે. અનુભવ મળતો આવે પણ વધતા-ઓછો હોય. આ જ્ઞાન મળવાથી મહાત્માઓને શુદ્ધાત્મા શબ્દાવલંબનરૂપે પ્રાપ્ત થયો અને છેલ્વે સ્ટેશન છે નિરાલંબ, જ્યાં શબ્દ કશું છે નહીં.
[૮.૩] સ્વ-પર પ્રકાશક આત્મા સ્વ-પર પ્રકાશક છે એટલે આખા બ્રહ્માંડને પણ પ્રકાશ કરે અને પોતાની જાતનેય પ્રકાશ કરે. તેથી આનંદ થાયને ! આ દીવો પરને પ્રકાશિત કરે પણ પોતે પોતાને પ્રકાશિત ના કરે. કારણ કે એ જડ છે.
સૂર્યનો પ્રકાશ પરને પ્રકાશ કરે છે, પોતાને નહીં. આત્મા તો પોતાને અને પરનેય પ્રકાશ કરે છે.
પોતે પોતાના બધા જ ગુણધર્મોને જાણે કે પોતે કેવો છે, કેવો નહીં. પોતાની અનંત શક્તિને જાણે, બીજાનેય જાણે કે આ નાશવંત ચીજો છે.
સ્વ-પર પ્રકાશક એટલે બીજા બધા દશ્યોને જુએ ને શેયોને જાણે અને પોતે જ્ઞાતા-દ્રષ્ટા છે એમ જાણે.
જગતની ચીજોને જાણે કે આ ઘડો છે તે માટી હતી, એમાંથી આવું થયું, આવું થયું. પછી ઘડો થયો. તે ભાંગીને આવું થશે, આવું થશે. તે પર છે છતાં બધું જાણે અને પોતાનું નથી છતાં જાણે છે. પોતાનો સ્વભાવ જ પ્રકાશક છે, એટલે પોતાને પણ પ્રકાશ કરે અને બીજાને પણ પ્રકાશ કરે. બીજા કોઈ તત્ત્વોમાં એવો ગુણ નથી. પોતાનો ચેતન ગુણ હોવાથી એ આત્મા, ભગવાન કહેવાય છે. બીજા તત્ત્વો અવિનાશી છે છતાં કોઈ કોઈને એ જાણતા નથી, પોતાને જાણતા નથી. અને આત્મા તો પરમાત્મા જ છે, સ્વ-પર પ્રકાશક છે.
57