________________
દરેક પ્રસંગ કે વ્યક્તિને આત્માના જ્ઞાનમાં રહીને જોવાનો પુરુષાર્થ કયો ? દાદાશ્રી કહે છે કે શુદ્ધ ઉપયોગરૂપી બટન દબાવે તો એક્કેક્ટ જ્ઞાન-પ્રકાશ થાય. અમારે એ બટન દબાયેલું જ હોય આખો દહાડો. તમે આ બટન દબાવો. મહાત્માઓને ભરેલો માલ નડે તો દાદાશ્રી કહે છે, આખા દિવસમાં એકાદ કલાક પણ આ પુરુષાર્થ રાખો. ઉપયોગ તૂટે તો ફરી પાછું બટન દબાવો. એમ કરતા કરતા આ જીવન સંગ્રામ જીતવાનો છે.
જ્ઞાન મળ્યા પછી મહીં લાઈટ (પ્રકાશ) થાય તેથી દોષો વધારે દેખાય. અંધારામાં દોષો દેખાય નહીં. જેમ ગાડીની હેડ લાઈટ ચાલુ ના હોય તો અંધારામાં જીવડાં ગાડીને અથડાતા હોય તોય આપણને કશું ના થાય. કારણ કે ખબર જ નથીને ! પણ અજવાળું થાય તો બધા જીવડાં સામસામે અથડાય છે તે દેખાય તો શંકા પડે કે મારાથી હિંસા થાય છે. જેને અંધારું છે, તેને દેખાતુંય નથી ને શંકા પડતીય નથી. જેને અજવાળામાં જીવો વટાય છે એ દેખાવા માંડ્યું તેનો ઉપાય શો ? બહાર નીકળ્યા છીએ તો પૂરું કરવું પડશે ને પાછું ઘેર જવું તો પડશે. જે અથડાય છે તે આપણી ઈચ્છા નથી છતાં દેખાય છે કે અથડાય છે, તો હવે સમભાવે નિકાલ કરી નાખવાનો. આટલું જુદાપણું રાખીને કે ચંદુભાઈ, શા હારુ આવી યોજના કરી ? કેટલાય જીવો બિચારા હેરાન થઈ ગયા. બસ આટલું આપણે ગોઠવવું.
મોટરની લાઈટનો પ્રકાશ ખાડીના કાદવને અડે, ખાડીની ગંધને અડે, ઝાંખરામાં પેસીને નીકળે છતાં એ પ્રકાશને કશું ના અડે. એવું આત્માનો જ્ઞાતા-દ્રષ્ટાનો પ્રકાશ કાદવ, ખાડીની ગંધ બધાને અડે છતાં નિર્લેપ ભાવમાં હોય. પુદ્ગલ-પુગલની ગંધમાં, પોતે જ્ઞાતા-દ્રષ્ટાપદમાંથી ખસે નહીં. કોઈ જગ્યાએ એને લેપ ના ચઢે, અસંગ જ રહે.
બૈરી-છોકરાં ચંદુભાઈને પજવે, આપણે તો આત્મામાં મસ્ત રહેવું.
કોઈ અપમાન કરે તોયે સંપૂર્ણ શાંતિમાં કયા આધારે રહી શકે ? આત્માના પ્રકાશથી. સમભાવે નિકાલ કરો છો તે આત્માના પ્રકાશથી. રિયલ-રિલેટિવ એય રિયલ આત્માના પ્રકાશથી જોવાય. વ્યવસ્થિત કર્તા એ
56