________________
આંખથી દેખાય છે અને આત્માથી દેખાય છે એમાં શું ફેર ? આત્માથી જોયું એ ડિરેક્ટ પ્રકાશ, એને પ્રકાશ કહેવાય અને યૂ મીડિયમ પ્રકાશ આવે એ ઈન્ડિરેક્ટ પ્રકાશ, એને પ્રકાશ ના કહેવાય, એ પૌગલિક પ્રકાશ કહેવાય. બધા ભ્રાંતિવાળાને એ પ્રકાશ દેખાય.
જડમાં પ્રકાશ નામનો ગુણ જ નથી. આત્માનો પ્રકાશ કોઈ માધ્યમ શૂ આવતો હોવાથી આંખ ના હોય તો ના દેખાય, કાન ના હોય તો ના સંભળાય. પેલો ઈન્દ્રિયાતીત પ્રકાશ એમાં કોઈ માધ્યમની જરૂર નહીં, પ્યૉર પ્રકાશ !
અંદર મૂળ પ્રકાશ છે અને મન, શરીર, ઈન્દ્રિયો છે, એના થ્રે જે પ્રકાશ આવે છે એ પ્રકાશનો એન્ડ આવશે. જ્ઞાન પછી પોતે સમજી શકે કે મૂળ પ્રકાશસ્વરૂપ તે હું છું, આ પ્રકાશસ્વરૂપ તે હું નથી. આ જાગૃતિ રહેવાથી પોતાને પેલું પ્રકાશસ્વરૂપ ઘટતું જાય ને મૂળ પ્રકાશસ્વરૂપ પ્રગટ થતું જાય.
દાદાશ્રી કહે છે, અમને ઈન્દ્રિય પ્રકાશ હતો તેનાથી બધું યાદ રહેતું. પછી એ ભૂલાતું ગયું અને આ મૂળ પ્રકાશસ્વરૂપ પ્રગટ થતું ગયું.
મહાત્માઓને શંકા પડે કે અમને ડિરેક્ટ પ્રકાશની અનુભૂતિ કેમ થતી નથી ? પણ મહાત્માઓને “હું શુદ્ધાત્મા છું' એ કેટલી વખત યાદ આવે ? નિરંતર. એટલે મૂળ પ્રકાશને પોતે જોઈ રહ્યા છે, એટલું જ નહીં પણ એમાં તદાકાર થઈ રહ્યા છે.
આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ છે. પોતાના પ્રકાશમાં એ પોતાની બહારની અવસ્થાઓને જોયા કરે છે. એક અવસ્થા જુએ, પછી બીજી જુએ, પછી ત્રીજી જુએ. એ અવસ્થાઓ ઉત્પન્ન થાય, ટકે ને લય થાય. પુદ્ગલમાં પણ આવા પર્યાયો ઊભા થવાના, મહાત્માઓ પુદ્ગલ પર્યાય જોઈ શકે.
કોઈ પ્રસંગ કે વ્યક્તિ અને બુદ્ધિથી જોયું કે આત્માના જ્ઞાનથી જોયું એ કેવી રીતે સમજાય ? જોવામાં ઈમોશનલ ના થાય તો એ આત્માનો પ્રકાશ છે અને જોવામાં ઈમોશનલ થાય તો એ બુદ્ધિનો પ્રકાશ છે. સ્થિર બુદ્ધિવાળો સ્થિર ઈમોશનલ હોય, અસ્થિર બુદ્ધિવાળો અસ્થિર ઈમોશનલ હોય.
55