________________
એવો છે, એની આરપાર નીકળી જાય. પણ મિશ્રચેતન રૂપી પુદ્ગલ છે, તેના આવરણમાં અંતરાય છે આ પ્રકાશ, ક્રોધ-માન-માયા-લોભનું આવરણ છે તે આ પ્રકાશ બહાર નીકળી શકતો નથી.
[૮.૨] જ્ઞાનીઓએ અનુભવ્યો અતાદિ જ્ઞાત-પ્રકાશ
બધા તીર્થકરોને, જ્ઞાનીઓને જ્ઞાન-પ્રકાશ એક જ પ્રકારનો, ફેરફાર વગરનો રહેવાનો, પણ ભાષા ફેર હોય. આ બધા પુદ્ગલોનો પ્રકાશ, બધી લાઈટોનો પ્રકાશ એક જ જાતનો હોય છે. અનાદિ કાળથી પુદ્ગલનો પ્રકાશ અને જ્ઞાનનો પ્રકાશ એમાં ફેર જ હોય છે.
શરૂઆતથી તે છેલ્લી દશા સુધી જેમ જેમ આવરણ ઘટતા જાય, તેમ તેમ જ્ઞાન-પ્રકાશ વધતો જાય અને નિરાવરણ થયા પછી એક જ પ્રકાશ.
આ મૂળ પ્રકાશ આ એનો એ છે. અનંત ચોવીસી સુધી આ જે વિજ્ઞાન રૂપીનો પ્રકાશ છે, એમાં ફેર નહીં પડે.
દાદાશ્રી કહે છે, અમને એ વિજ્ઞાન બધું દેખાયા કરે છે. પછી પૂછનાર પૂછે તો દેખાય એમાંથી તરત જ જવાબ આપી દે.
આ જ્ઞાન મળતાની સાથે પ્રકાશ ગુણ ઉત્પન્ન થાય છે, પછી વધીને ગાઢ પ્રકાશ ઉત્પન્ન થાય, પછી છેલ્લે અવગાઢ પ્રકાશ ઉત્પન્ન થાય.
દાદાશ્રી કહે છે કે એ પ્રકાશનો અનુભવ થયા પછી જ આ જ્ઞાનવાણી નીકળે છે. પ્રકાશનો અનુભવ એટલે એ પ્રકાશને જોઈને જ આ વાણી નીકળે છે. દરેકમાં એ પ્રકાશ દાદાશ્રી પોતે જોઈ શકે છે.
નિરાવરણ થયો કે એક જ પ્રકાશ ! એટલે મૂળ આત્મા કે મૂળ પ્રકાશ એ શબ્દ તો સંજ્ઞા છે, પણ મૂળ પ્રકાશ થયા પછી જે સ્થિતિ છે પોતાની તે પ્રકાશ. દરવાજામાં પેઠા એટલે કંઈ બધું જોઈ લીધું નથી, પણ બધી જાહોજલાલી જોઈ લેવી એનું નામ પ્રકાશ.
આ જ્ઞાન મળતાની સાથે અંધકાર ગયો અને પોતે પ્રકાશસ્વરૂપ છે એવી પ્રતીતિ બેઠી. હવે જેમ જેમ અનુભવ થતો જશે, તેમ તેમ પ્રકાશ પ્રગટ થતો જશે.
54