________________
છે, એ જ આત્મા છે. બીજી કોઈ વસ્તુ આત્મા નથી. કેવળજ્ઞાન એટલે બીજું ભેળસેળ વગરનું જ્ઞાન જ, એનું નામ પ્રકાશ અને એ જ આત્મા. એ અજોડ વસ્તુ છે. જગતમાં એવી કોઈ ચીજ નથી કે જેની જોડે સરખામણી કરી શકાય ! એ ઈન્દ્રિયાતીત છે.
દરેક જીવમાત્રમાં આત્માનો પ્રકાશ જ છે. એ પ્રમેય પ્રમાણમાં રહ્યો છે, અવ્યક્ત રૂપે છે. જેમ જેમ ડેવલપ થતો જાય એકેન્દ્રિયથી પંચેન્દ્રિય તેમ તેમ વ્યક્ત થતો જાય. પણ જ્ઞાની પુરુષ મળે તો અવ્યક્તને વ્યક્ત કરી દે. પછી પ્રકાશ થાય એટલે અહંકાર તૂટી જાય. અહંકાર તૂટતો જાય તેમ પ્રકાશ વધતો જાય. પ્રકાશ બધામાં સરખો છે પણ આવરણનો ફેર છે. જ્ઞાનાવરણ-દર્શનાવરણ એમ આવરણોથી આત્માનું લાઈટ રોકાયેલું છે. સંપૂર્ણ નિરાવરણ થાય તો પોતે જ પરમાત્મા છે.
ભૌતિક સુખોમાં જ પ્રકાશ હોય ત્યારે મૂઢાત્મા કહેવાય. પછી પોતે પોતાને જાણે, તો એ શુદ્ધાત્મા કહેવાય અને સંપૂર્ણ પ્રકાશ થયા પછી એનો એ જ આત્મા પરમાત્મા થાય.
પ્રકાશની સીમા તો ભાજન પ્રમાણે રહે છે. ઘડામાં લાઈટ મૂકો તો એટલું પ્રકાશે. રૂમમાં મૂકો તો રૂમને પ્રકાશે. જે આત્મા સંપૂર્ણ નિરાવરણ થાય તેનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં ફેલાય, નિર્વાણ વખતે જ.
આખા બ્રહ્માંડમાં એટલે લોકમાં પ્રકાશ જાય છે. કારણ કે લોકમાં શેયો છે, અલોકમાં જ્ઞેય નથી. માટે ત્યાં પ્રકાશ જતો નથી.
આખા જગતના જીવમાત્ર બધાનું જ્ઞાન ભેગું કરો એટલું જ્ઞાન એક આત્મામાં છે.
શેયોને કહેવું નથી પડતું કે તમે અમને જુઓ. આત્મા જ પોતે પ્રકાશ સ્વરૂપ, અરીસા જેવો હોવાથી પોતાને દેખાયા જ કરે એની મેળે, જ્ઞેયો ઝળક્યા જ કરે પોતાની અંદર. જોવાનો ઉપયોગ કરવો ન પડે.
આત્મા પોતે જ જ્ઞાન છે. એ પ્રકાશ જ છે પોતે. તે પ્રકાશના આધારે આ બધી સમજણ પડે છે અને જાણવામાંય આવે છે.
આ પ્રકાશ ભીંત વચ્ચે આવે, ડુંગર વચ્ચે આવે તો અંતરાય નહીં
53