________________
આત્મા પોતે ગુણે કરીને સ્વ-પર પ્રકાશક છે અને અવસ્થાએ કરીને પર પ્રકાશક છે. આત્માના ગુણો નાશ પામતા નથી, કિરણો નાશ પામે છે. આત્માના જ્ઞાનના કિરણો જ્ઞેય ઉપર પડે, તે જોયાકાર થઈને પોતે જ્ઞાતાપણે રહીને નાશ પામે છે. આત્માને કશી અસર થતી નથી, અવસ્થામાં અસરો થાય છે.
પોતાની જાતે કરીને આત્મા અય્યત અને પરપ્રકાશમાં સમયવર્તી.
આત્મા પોતે એકલો જ પ્રકાશ છે. પોતે પોતાને પ્રકાશ કરે છે અને બીજા બધાનેય, પુદ્ગલોનેય, દરેકને પ્રકાશ આપે છે. નહીં તો બીજું બધું અંધારું જ છે. (આ લાઈટ બંધ થઈ જાય તો સામસામી મોઢા ના દેખાય.) આત્માનું લાઈટ બંધ થઈ જાય તો અંધારું ઘોર, કોઈ કોઈને ઓળખે નહીં પછી.
આત્મા સ્વ-પર પ્રકાશક હોવાથી પોતાનામાં સંયોગો માત્ર ઝળકે છે.
પરનો પ્રકાશક એ રીતે કે આ વિનાશી છે એવું સમજે છે અને સ્વનો પ્રકાશ એવી રીતે કરે કે હું પોતે અવિનાશી છું. વિનાશી ચીજોને હું જોવું જાણું છું પણ હું અવિનાશી છું, હું પોતે અનંત ગુણોનું ધામ છું. સિદ્ધના જે ગુણો છે તે ગુણોનો પોતે ધણી છે એવું પોતે બતાવે, તેથી
સ્વપ્રકાશક છે. જગતમાં બધી ચીજો શેય અને તેનો પોતે જ્ઞાયક, એટ એ ટાઈમ એ કામ થાય.
મન શું વિચારે, બુદ્ધિ શું કરે તેને પોતે જાણે, ચા સારી થઈ કે ખરાબ, બધું અંદર-બહારનું જાણે. પણ અજ્ઞાનતાથી પોતે “આ હું છું એવું માને છે, જાણે છે, અનુભવે છે અણસમજણથી. તેથી આ સંસાર ઊભો છે.
આત્માના પ્રકાશમાં જગત ઝળકે છે આખું, પણ પોતે અજ્ઞાનતાથી કહે છે કે આ હું છું, આ મેં કર્યું. એટલે પોતે દ્રષ્ટા હતો, તે દૃશ્ય થઈ ગયો. જ્ઞાની પુરુષ વિના આ ફોડ સમજાવા મુશ્કેલ છે.
પોતે આત્મારૂપ થાય નહીં ત્યાં સુધી પર પ્રકાશક હોય. પોતાની વસ્તુઓને પોતે જોઈ શકે નહીં. જ્ઞય-દેશ્યને જુએ-જાણે પણ જ્ઞાતા-દ્રષ્ટાને ન જાણે.
58