________________
તરત ભૂંસી નાખવું કે “ચંદુને ઉધરસ થઈ છે, કંઈ શુદ્ધાત્માને ઉધરસ થઈ નથી.” જેની દુકાનનો માલ હોય તે જાહેર કરવો, પણ પોતાને માથે શું કામ લઈએ કે “મને થયું છે ?”
જેનું નિદિધ્યાસન કરે તેવો પોતે થતો જાય. નિદિધ્યાસન તો એક જ્ઞાની પુરુષનું કરવા જેવું, તો એમની બધી શક્તિ પોતામાં પ્રગટ થાય.
આ કામ મારાથી નહીં થાય એવું ક્યારેય ના બોલાય, નહીં તો તેવી અસરો થાય. બોલવું પડે તો કહેવું, “આ કામ ચંદુભાઈથી નહીં થાય.”
મારામાં ઘણી નબળાઈ આવી ગઈ છે' બોલો તો તરત તેવો સાક્ષાત્કાર થાય અને પોતે નબળો થતો જાય. ત્યાં જાગૃતિ રાખવી જોઈએ કે નબળાઈ ચંદુને આવે, તેમાં આપણને શું ?
મારું ઘર સળગ્યું બોલ્યો તો તેની ભારે અસર થાય. તેને બદલે આપણે તો હોલવવા લાગવું. સળગ્યું તેય વ્યવસ્થિત ને હોલવાયું તેય વ્યવસ્થિત અને ના હોલવાયું તેય વ્યવસ્થિત. પોતાને અડેય નહીં ને નડયા નહીં એવું રાખવું.
[૮] પ્રકાશ સ્વરૂપ
[૮.૧] ભગવાત - પ્રકાશ સ્વરૂપ ભગવાનની વ્યાખ્યા શું ? ભગવાન એટલે સર્વ પ્રકાશિત અને સ્વયં પ્રકાશિત. એટલે બધી ચીજોનેય પ્રકાશિત કરે અને પોતાનેય પ્રકાશિત કરે. ભગવાન એટલે પ્રકાશ. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખનું ધામ, અવ્યાબાધ સ્વરૂપ એવા ભગવાન અનંત ગુણના ધામ છે.
ભગવાનનું સ્વરૂપ કેવું? ભગવાન રૂપી નથી, અરૂપી છે. પ્રકાશમય !
ભગવાનનું સ્વરૂપ કેવું? પ્રકાશ સ્વરૂપ જ. હાથમાં હાથી જેટલો ને કીડીમાં કીડી જેટલો સંકોચ-વિકાસ પામતો પ્રકાશ.
એમનો સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રકાશ. આ જગત જ ભગવાનને લીધે દીપી રહ્યું છે. અંધારું અહંકારનું છે, અજવાળું ભગવાનનું છે.
49