________________
લોકોને અજ્ઞાન દશામાં અવળું ચિંતવન જાય નહીં. જરા કકરું દેખે તો બોલે કે ‘આ કકરું છે’ તો તેવો પોતે થઈ જાય. તેવી અસર થાય પોતાને. દાદાશ્રી કહે છે, અમે તો કકરું હોય તોયે બોલીએ કે એકંદરે છે તો સારું. એટલે સારી અસર થાય. એટલે અવળું વાક્ય નહીં બોલવાનું ને બોલાય જાય તો સવળાથી એને ભાગી નાખવાનું.
‘હું ગરીબ છું’ ચિંતવે તો એને એવું ભાસે કે હું ગરીબ થઈ ગયો. પછી ગરીબ થતો જાય. એટલે ત્યાં ‘હું તો શ્રીમંત છું, મને આ શું અડે ?’ તો શ્રીમંતની અસર થાય. પેલું માઈનસ થઈ જાય તો ઉકેલ આવે.
ઘણા એમ બોલે કે હું જાણું છું ઘણું પણ થતું નથી કાંઈ. ‘થતું નથી’ એમ બોલાય જ નહીં, એનાથી તો અવતાર બગડે. કારણ કે ચિંતવે તેવો આત્મા થઈ જાય. અજ્ઞાન દશામાં એક-એક અવસ્થામાં એક-એક અવતાર બાંધે એવું જગત છે.
‘મને ગમે છે’ બોલો તો તેવી અસર થાય ને ‘નથી ગમતું’ બોલો તો એવી ઈફેક્ટ પડે. એના કરતા બોલવું પડે તો બોલાય કે ‘મનને નથી ગમતું.’ અજ્ઞાન દશામાં તો ભૂલ થઈ જાય, ‘આ મને નથી ગમતું’ કે ‘આ મને ગમે છે' પણ જ્ઞાનદશામાં આપણે જાગૃત રહેવું જોઈએ.
‘મને લૈડપણ આવ્યું, પેલા મરી ગયા, તે હું મરી જઈશ તો ?” એવું ચિંતવે તો તેવી અસર થાય. અને ‘મને છેલ્લી ઘડી સુધી કશું થાય નહીં.’ તો તેવું, એને કશું થાય પણ નહીં. આપણે જુદા અને આ ગ્લોબ (દેહ) જુદો. ગ્લોબ તો ઊડીયે જાય. આ પારકા ઘરની ડખલ શું કરવા કરવી વગર કામની ?
‘મને તાવ આવ્યો’ બોલે તો તેવી અસર થાય. દાદાશ્રી કહે છે, અમે તો ‘આ અંબાલાલભાઈને તાવ ચઢ્યો છે' તેવું કહીએ. ‘મને તાવ ચઢ્યો છે’ એવું ક્યારેય ના બોલીએ. વ્યવહારમાં બોલવું પડે તો નાટકીય ભાષામાં જાગૃતિ રાખીને બોલીએ, નહીં તો ચિંતવે તેવો પોતે થઈ જાય.
‘હું માંદો છું, હું બહુ માંદો છું’ તો તેવી અસર થઈ જાય. તેને બદલે ‘ચંદુ માંદો છે’ કહીએ. બોલાઈ ગયું હોય કે ‘મને ઉધરસ થઈ છે’ તો
48