________________
[૭.૩] ચિંતવે તેવો થાય
ચિંતવે છે કોણ ? અહીં દાદાશ્રી કહે છે, (ચાર્જ) પ્રતિષ્ઠિત આત્મા (વ્યવહાર આત્મા) ચિંતવે છે. મૂળ આત્મા કે પ્રજ્ઞા ચિંતવતા જ નથી. પોતે અજ્ઞાન દશામાં પ્રતિષ્ઠિત આત્મા રૂપે જ રહે છે, તેથી ‘એને’ ‘પ્રતિષ્ઠિત આત્મા’ કહ્યો. એ ચિંતવે છે. જેમ પેસેન્જર જ ચિંતવે કે ઘરે જવું છે. ઘરે આવ્યા પછી શેઠ કહેવાય. પણ પાછો આવતા સુધી પોતે પેસેન્જ૨૫ણે છે તેથી પેસેન્જર ચિંતવે છે એવું કહેવાય. મૂળ આત્મામાં આવ્યા પછી પોતે આત્મારૂપ થઈ જાય છે.
મૂળ આત્મા તો શુદ્ધ જ છે. આને (વ્યવહાર આત્મા, ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા, બિલીફ આત્મા) શુદ્ધ બનાવવાનો છે. શુદ્ધના ચિંતવનથી તે રૂપ થાય ને બીજું ચિંતવન કરે તો તેવો થઈ જાય.
પોતાને શુદ્ધાત્માનું ભાન થયું તેથી ‘હું શુદ્ધાત્મા છું' બોલવા માંડ્યો. પણ ચંદુભાઈને તો અવળા-સવળા, ખોટા-સારા બેઉ કાર્યો રહેવાના. એ પ્રકૃતિ સ્વભાવ અવળું કે સવળું કર્યા વગર રહે નહીં, તો પોતે એમ કલ્પના નહીં કરવાની કે હું શુદ્ધાત્મા બગડી ગયો. આ અવળું-સવળું તો પહેલા ભૂલ કરેલી તેના પરિણામ છે. એ પરિણામનો સમભાવે નિકાલ કરો. એને જુદા જુઓ. પોતે તો શુદ્ધાત્મા એટલે એ મૂળ પોતાનું સ્વરૂપ જ છે.
હવે શુદ્ધાત્માનું ભાન થયા પછી ‘હું શુદ્ધાત્મા છું' બોલ્યા કરે તો તે રૂપ થયા જ કરશે અને ‘હું આમનો સસરો થઉં, વેવાઈ થ’ એ બોલવું પડે પણ તે વ્યવહારથી, ડ્રામેટિક એટલે ચોંટે નહીં કશું.
‘હું અનંત સુખનું ધામ છું’ બોલો તો પછી ‘મને દુ:ખ થાય છે’ એમ ના બોલવું જોઈએ, નહીં તો તેવું ચોંટે. સર્વજ્ઞની ભાષામાં સમજી જાય, તો તે પદ પ્રાપ્ત થાય.
લોકો દાદાશ્રીને કહેતા કે તમે ‘હું જ્ઞાની છું’ એવું કેમ કહો છો ? તો શું કહેવું ? ત્યારે કહે, ‘હું ભગત છું’ બોલો. દાદાશ્રી કહે છે, ‘હું ભગત છું' બોલું તો જ્ઞાનીપણું છૂટી ને પોતે ભગત થઈ જાય. કારણ કે આત્મા જેવું કલ્પે તેવો થઈ જાય. ‘હું જ્ઞાની પુરુષ છું’ તો જ્ઞાની થઈ જાય.
47