________________
૩૬૫
[૧૯.૩] સિદ્ધ ભગવાન
હાનિ-વૃદ્ધિના નિયમથી નિરંતર દેખાય નવું નવું
પ્રશ્નકર્તા: દાદા, સિદ્ધોને જે આનંદ થાય, નવું નવું દેખાય એ શાના આધારે ?
દાદાશ્રી : સિદ્ધ ભગવાનોને અનંત આનંદ શાનો છે ? નિરંતર નવું ને નવું જ દેખાય. શાથી ? ત્યારે કહે, હાનિ-વૃદ્ધિના નિરંતરના નિયમથી.
જોવાનું છે તેય હાનિ-વૃદ્ધિ થયા કરે. રાત પડે એટલે આ એક ભાગમાં હાનિ થાય, બીજા ભાગમાં વૃદ્ધિ થાય એવું હાનિ-વૃદ્ધિ થાય. અને આપણે ત્યાં સવારના પાંચ વાગ્યા ત્યારથી બધું દેખાય આ લોકો એમને પણ ખરેખરું વૃદ્ધિ થયેલું ક્યારે દેખાય ? ત્યારે કહે, દસ, અગિયાર, બાર વાગે બપોરે ખૂબ બધા લોક ફરતા હોય. આમ ફરતા હોય, તેમ ફરતા હોય, બધું દેખાય. એમને જોવું છે ને જાણવું છે, બે જ ને ઊંડા ઊતરવું નથી કે આ ચોરી કરવા નીકળ્યો છે. આ ચોરી કરતો, ગજવું કાપતોય દેખાય પણ એમને એ એમને જોવું ને જાણવું બે જ. વિષયો નહીં એમને. વિષય એટલે સજેક્ટ નહીં. કયો વિષય છે? ત્યારે કહે, ગજવું કાપવાનો ? ત્યારે કહે, ના, એ વિષય લોકોને જાણવાનો. અમારે કશુંય નહીં.
એટલે આત્મા ત્યાં આગળ સિદ્ધસ્થાનમાં અત્યારે છે, તો ત્યાં એ બધા આત્મા જ્ઞાતા-દ્રષ્ટા ખરા, પણ જો એ આપણા દેશ તરફ જુએ તો સવારના ચાર વાગે થોડું-થોડું દેખે ત્યારે એને જોય ને દશ્ય દેખાતા હોય. મળસકે ચાર વાગ્યે, પાંચ વાગે લોક બધા ઊઠે, જાનવરો-બાનવરો બધુંય, એટલે હરતા-ફરતા હોય ત્યારે પેલું દેખાય. આ હરતા-ફરતા ઓછા દેખાય પછી છ વાગે વધારે દેખાય, સાત વાગે એથી વધારે દેખાય, આઠ વાગે, નવ વાગે વધતા જ જાય. પછી બાર વાગ્યા સુધી વધે. પછી રાત્રે પાછું ઓછું થતું જાય. એટલે આ આનું જે શેય છે ને, તે ફરતું ફરતું ઓછું થતું જાય. વધે, ઓછું થાય, વધે, ઓછું થાય. એ બધું ચાલ્યા કરે અને જે જોયું એ વિનાશ થઈ જાય અને નવું જોવાનું, એ દૃષ્ટિએ આ છે.
ત્યાંય પાછું ઉત્પન્ન થવું, વિનાશ થવું એ તો પાછું ખરું જ. ઉત્પન્ન