________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
થવું અને વિનાશ થવું થાય ત્યારે કહે, શું ? ઉત્પન્ન થવું થાય ત્યારે કહે, ત્યાં આગળ બેઠા બેઠા અમે હાથ ઊંચો કર્યો એ એમને જ્ઞાનમાં ઉત્પન્ન થયું, પછી હાથને મૂકી દીધો, તે અવસ્થાનો નાશ થયો. અવસ્થા ઉત્પન્ન થવી, નાશ થવી. આ બધું જોયા જ કરે, બધું દેખાયા જ કરે. ઉત્પન્ન થાય ને નાશ થાય, ઉત્પન્ન થાય ને નાશ થાય. રાત્રે કોઈ દેખાય કશું ? અમેરિકામાં પાછું દેખાય. એમને તો બધી બાજુથી દેખાયને. પણ ત્યારે આ ખૂણામાં ના દેખાય. બધા સૂઈ ગયેલા જ દેખાય એમને, પછી ભલે તે મકાનમાં સૂઈ ગયા હોય. મકાનની આરપાર એમનું જ્ઞાન હોય. દારૂ પીને સૂતા હોય તો એ જાણે બધું. બધુંય જાણે. વિજ્ઞાન છે આ તો.
નિર્વાણ થાય ત્યાં સુધી ઉપયોગ, પછી સ્વભાવ જ
પ્રશ્નકર્તા : દાદા, આગળ વાત થઈ હતી કે સિદ્ધોને એમના જ્ઞાનનો ઉપયોગ કરવાની કંઈ જરૂર નહીં.
૩૬૬
દાદાશ્રી : નિરંતર ઉપયોગમાં જ હોય એ, પણ એમનો ઉપયોગ ઉપયોગ કહેવાતો નથી. ત્યાં શબ્દરૂપ નથી હોતો. દેખવું એ એમનો ધર્મ, એમને આનંદ થાય.
પ્રશ્નકર્તા : એટલે એમનો ઉપયોગ અંદર જ હોય ?
::
દાદાશ્રી : એમને અંદર-બહાર હોતું નથી, આપણને અંદર-બહાર હોય છે. પુદ્ગલની મહીં છે ને, તેને અંદર-બહાર હોય.
પ્રશ્નકર્તા : મારો મુખ્ય પ્રશ્ન એ છે કે આનંદના પર્યાયમાં એમનું લક્ષ, એમનો ઉપયોગ હશે ખરો ?
દાદાશ્રી : આનંદના પર્યાય ના હોય, એ તો જ્ઞાન-દર્શનના પર્યાય છે. આનંદ તો પિરણામ છે, જ્ઞાયક સ્વભાવનું પરિણામ છે.
પ્રશ્નકર્તા : દાદા, છતાં દરેક ગુણને પર્યાય તો હોય, હોય ને હોય
દાદાશ્રી : ગુણને હોય. પણ ગુણ હોય તે આ જેમ જ્ઞાયક સ્વભાવ
જ.