________________
૩૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
પ્રશ્નકર્તા ઃ એટલે દાદાજી, જ્ઞાનમાં શેય ઝળકે છે. શેય ન હોય તો જ્ઞાન એમ ન રહી શકે ?
દાદાશ્રી : ના, ઊડી જાય.
પ્રશ્નકર્તા ઃ અરીસો તો રહે છે, દાદાજી. એ શેય પસાર થઈ જાય તોય અરીસો તો રહે જ છે. અરીસામાં શેયો ઝળકે છે. શેય ચાલ્યા જાય તો અરીસો તો, એનો પ્રકાશ તો છે જ.
દાદાશ્રી : એ અરીસાને રહે, આને ના રહે. એક ક્ષણવારેય ના રહે. મુખ્ય ગુણ જ જ્ઞાતા-દ્રષ્ટા, એ ય હોય તો જ વપરાય
પ્રશ્નકર્તા: હવે આત્માના જ્ઞાન સિવાય બીજા ગુણો છે, એ તો રહેને?
દાદાશ્રી : ના, એક્ય ના રહે. મુખ્ય ગુણ જ આ, જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપ, સિદ્ધસ્થિતિમાંય એ જ, એ જ્ઞાતા ને દ્રષ્ટા અને શું જુએ? ત્યારે કહે, શેયો ને દશ્યો. એક ક્ષણવાર બાકી નહીં તેવું પાછું. નિરંતર ચોવીસેય કલાક. એ કંઈ ઓછું ઊંઘવાનું હોય ત્યાં ?
પ્રશ્નકર્તા : દાદા, એ આત્માઓ સિદ્ધ થઈ ગયા, પછી એમને જોવાની શી જરૂર ?
દાદાશ્રી : એમને તો કોઈ વસ્તુની જરૂર જ ના હોય. જોવાની વાત ક્યાં રહી. દુનિયામાં કોઈ ચીજ જોઈતી નથી. પણ એમાં પ્રકાશ, મહીં જ્યોતિ એવું, તે આખું જગત દેખાય અંદર. એટલે જોવું ના હોય, દેખાયા કરે. જોવાની ઈચ્છા વગર દેખાયા કરે. એ પોતાનો સ્વભાવ છે, જ્ઞાનનો પ્રતાપ છે. કોઈ ચીજને જોવાની જરૂર જ નહીંને ! પણ જુએ ત્યારે જ્ઞાતા કહેવાય ને ?
પ્રશ્નકર્તા : જ્ઞાતા અને દ્રષ્ટા. દાદાશ્રી : એટલે જુએ તો એ શેય અને પોતે જ્ઞાતા.