________________
[૧૯.૩] સિદ્ધ ભગવાન
૩૬૩
દાદાશ્રી : તે ના હોય તો આત્મા જીવે જ નહીંને ! પ્રશ્નકર્તા ત્યાં જીવવું પડે છે એને ? ત્યાં પાછું જીવવું પડે ? દાદાશ્રી : ત્યાં એ જીવે.
પ્રશ્નકર્તા ઃ અમર થઈ ગયા પછી ત્યાં એને જીવવાનું શું કારણ? એને જીવવું જોઈએ એ શા માટે પણ ?
દાદાશ્રી : આ ફિલમમાં જોનાર ના હોય ? જોનાર બેઠો હોય ને ફિલમ ચાલુ હોય ત્યાં સુધી જુએ અને ફિલમ દેખાય, જોયા કરે. ફિલમ બંધ થઈ જાય તો એને ગમે ખરું ?
પ્રશ્નકર્તા : ગમે નહીં.
દાદાશ્રી : એવું આ દુનિયા તો વિનાશ થઈ જાયને, તો એય વિનાશ થઈ જાય ને આ દુનિયા જ્યાં સુધી, ત્યાં સુધી એ પરમાનંદમાં રહેવાના.
ય વગર આત્મા સિદ્ધાતમાંય ન રહે પ્રશ્નકર્તા: આત્મા સ્વરૂપમાં હોય, તો એને એ વખતે કોઈ શેયની જરૂરત છે? આત્મા સ્વરૂપમાં હોય, ત્યારે શેય તો કંઈ હોય જ નહીં ? જ્ઞાન હોય એને શેય જોઈએ ખરું ?
દાદાશ્રી : એ તો હોય જ, જોય વગર જ્ઞાન ઊભું જ ના રહેને !
પ્રશ્નકર્તા: જો આત્મા પોતે સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ હોય, પોતાના આત્મભાવ સ્વભાવમાં, સ્વરૂપમાં, ત્યારે એને શેયની જરૂર ખરી ?
દાદાશ્રી: ખરી જ ને ! શેય વગર તો આત્મા રહે જ નહીં. આત્મા છે એ નક્કી જ ના રહે એમ. આત્મા શેય સિવાય કોઈ જગ્યાએ સિદ્ધસ્થાનમાંય ના રહે. જોય ને દશ્યની સાથે જ હોય, એકલો રહી શકે નહીં. સિનેમામાં જોવા આવનારો માણસ મહીં “એન્ડ લખ્યું હોય તો શું જુએ પછી ?