________________
[૧૯.૩] સિદ્ધ ભગવાન
૩૫૭ રીતે જ ભોગવી શકો છો. સિદ્ધગતિમાં બધા સિદ્ધો સ્વતંત્ર રીતે જ છે અને પોતાના સુખને જ અનુભવે છે, નિરંતર પરમાનંદને અનુભવે છે. એમનું એક મિનિટનું સુખ એ જો દુનિયા પર પડે, વખતે લપસી પડે, તો આખી દુનિયા હજારો વર્ષ સુધી આનંદમાં રહે, એવા સુખને ભોગવી રહ્યા છે. અને એવા સુખને માટે આ લોકો તલપાપડ થઈ રહ્યા છે ને તમારું પોતાનું સુખ પણ એવું જ છે. મને આ દેહનો અંતરાય હોવા છતાંય પણ જે સુખ છે, એના ઉપરથી સમજાય છે કે આ દેહના અંતરાય ના હોય તો કેવું સુખ હોય ! અમારી જોડે બેઠા છો, તોય તમને બધાને સુખ અત્યારે મળે છે ને ! તેમાં અમારું સુખ તો ઊભરાય છે ને તે તમને સ્વાદ આપે છે !
પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા કરે પ્રશ્નકર્તા: જે સિદ્ધગતિમાં છે, મોક્ષે ગયા છે, એ લોકો દેહ વગરનું જે સુખ અનુભવ કરે છે, તો એ સુખ કોણ અનુભવ કરે છે ?
દાદાશ્રી : પોતે જ, પોતે પોતાનો અનુભવ કરે છે. પોતે પોતાનું સ્વાનુભવ સુખ ભોગવ્યા જ કરે છે અને નિરંતર ગતિમાન છે પાછા. એમને કાર્ય શું છે ? કે જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા નિરંતર ચાલુ જ રહે છે !
પ્રશ્નકર્તા: પછી એને શું જરૂર છે ત્યાં, આ નિરંતર જ્ઞાનક્રિયાદર્શનક્રિયાની ?
દાદાશ્રી : એ તો સ્વભાવ છે એમનો. આ લાઈટ છે, એ જો ચેતન હોય તો આપણને નિરંતર જોયા જ કરે કે ના કરે ? એવું એ ચેતન જોયા
કરે છે.
પ્રશ્નકર્તા: દાદા, આત્મા મોક્ષમાં જાય અને પછી જ્ઞાતા-દ્રષ્ટા બને, પછી એમાં આગળ વધ્યા કરે ખરો ?
દાદાશ્રી : પછી આગળ વધવાનું રહ્યું જ ક્યાં તે વધે ? પ્રશ્નકર્તા: બસ, એક સ્થિર સ્થિતિ થઈ ગઈ ? દાદાશ્રી: પછી એ જ પરમાત્મા જીવન, બસ. જે આપણે ખોળીએ