________________
૩પ૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
આ કાચનો ગોળો હોય એમાં, અહીં આપણે બેઠેલા છીએ એ બધા મહીં દેખાય. એમાં કાચના ગોળાને શું જોર પડે ?
પ્રશ્નકર્તા ઃ કશુંય નહીં.
દાદાશ્રી: એવું એને કશું જોવાનું છે જ નહીં, જોવાનું નહીં દેખાયા કરે. એમની પાસે એમનું અનંત જ્ઞાન ને અનંત દર્શન છે ને આ વપરાય એના પરિણામમાં આનંદ હોય. પહેલા આનંદ હોય ને પછી આ એવું ના હોય. જ્ઞાન અને દર્શન વપરાય એમનું, એટલે આનંદ રહે જ. સહેજે આનંદ રહે એમને. તે એમને જ્ઞાન-દર્શન સિવાય બીજું કશું છે નહીં. એ સ્વરૂપ જ આખું જ્ઞાનસ્વરૂપ છે, દર્શનસ્વરૂપ છે.
સિદ્ધોને ચાસ્ત્રિ નહીં, સ્વાભાવિક સુખ નિરંતર
એટલે એમને કશું કરવાનું જ ના હોય ને એમના જ્ઞાયકપદમાં, એના સ્વભાવમાં નિરંતર રમણતા કર્યા કરે.
પ્રશ્નકર્તા સ્વભાવ એટલે શું ?
દાદાશ્રી : પોતાના સ્વભાવમાં એટલે, જેમ આ લાઈટ શું કરે છે? અજવાળું કરે છે ને એવું, પણ આ અચેતન છે, પેલું ચેતન છે.
પોતે મોક્ષસ્વરૂપ જ છે અને સ્વાભાવિક સુખનો જ ધણી છે. સિદ્ધક્ષેત્ર છે આખું, એમાં અનંતા અનંત સિદ્ધો છે. સિદ્ધો પાછા અનંતા છે અને દેખાય એક પણ પોતાનું સુખ જુદું જુદું બધાનું.
પ્રશ્નકર્તા તો ત્યાં આટલા બધા સિદ્ધાત્માઓ જુદી જુદી રીતે વર્તે?
દાદાશ્રી : જુદી જુદી રીતે નહીં. બધા એક જ સ્વભાવના છે ને તે એક જ રીતે છે. એમને જ્ઞાન, દર્શન ને સુખ હોય છે, ચારિત્ર એમને નથી. અહીં તીર્થકર ભગવાન હોય, તો એ જ્ઞાન-દર્શન-ચારિત્ર સાથે છે ને દેહ સાથે છે. ત્યાં સિદ્ધોને ચારિત્ર નથી કહેવાતું. ત્યાં આગળ તો પોતાના સ્વાભાવિક સુખમાં જ નિરંતર હોય.
એટલે ત્યાં એકાકાર થઈ જવાનું નથી. ત્યાં તમારું સુખ તમે સ્વતંત્ર