________________
૩૫૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
છીએ, અનંત અવતારથી શું ખોળીએ છીએ ? ત્યારે કહે, સુખ. ત્યારે કહે, સુખ પણ આવું આવે પછી દુઃખ આવે એ ગમતું નથી. તો કહે, સનાતન સુખ જોઈએ છે. સનાતન સુખ એ પોતાનો સ્વભાવ.
કોઈ માધ્યમ વગર પોતે ભોગવે નિરંતર પોતાનો આનંદ
પ્રશ્નકર્તા : આ જે જીવ સિદ્ધગતિએ જાય, એ પરમાનંદમાં રહે, એ કયા માધ્યમ દ્વારા પરમાનંદ અનુભવી શકે, ભોગવી શકે ? આપણે જેમ પુદ્ગલ મારફતે આનંદ અનુભવી શકીએ છીએને, એવું કોઈ માધ્યમ હોય તો એ પરમાનંદ અનુભવી શકે ને ?
દાદાશ્રી : એ માધ્યમની જરૂર નહીં.
પ્રશ્નકર્તા : કેવી રીતે અનુભવી શકે એ ? એ ચેતન તત્ત્વ પોતે કેવી રીતે અનુભવી શકે ?
દાદાશ્રી : પોતે પોતાના સુખને જ અનુભવે. કારણ કે જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા ચાલુ રહેવાની. જ્ઞાનક્રિયા અને દર્શનક્રિયા કરવાથી એનું ફળ શું? તો કહે, આનંદ નિરંતર રહ્યા કરે. બસ આટલું જ.
ત્યાં માધ્યમ ના જોઈએ. માધ્યમ તો પરવશ થયું કહેવાય, પરવશતા કહેવાય. માધ્યમની જરૂર હોય તો પરવશતા કહેવાય અને પરવશતા કહેવાય તો મોક્ષ કહેવાય નહીં.
આધારિત સંબંધ નથી એને. આ જે લાઈટ છે ને, તે આધારઆધારિત સંબંધ નથી. આધાર-આધારિત ક્યાં આગળ ? આપણે અહીં આગળ દુનિયાદારીમાં કહીએ છીએ. કારણ કે દુનિયાદારીમાં જ જોઈએ છીએ, જે સાંભળીએ છીએ, જે વાત કરીએ છીએ, તે બધી જ ચીજો ટેમ્પરરી છે, ઑલ ધીસ રિલેટિવ આર ટેમ્પરરી એડજસ્ટમેન્ટ. આમાં કોઈ પરમેનન્ટ વસ્તુઓ નથી. પરમેનન્ટને આધાર-આધારિત સંબંધ જ નથી, આ ટેમ્પરરી વસ્તુને જ છે અને તમે જે વાત કરો છો ને, એ પરમેનન્ટની વાત કરો છો.
પ્રશ્નકર્તા: મોક્ષમાં જે સુખ છે તે શેના આધારે છે? એનો આધાર તો ખરો જ ને ?