________________
૩૫૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
દેહધારી હોય ત્યાં જ કરુણા હોય. નહીં તો ત્યાં આગળ સિદ્ધગતિમાં કરુણા હોતી નથી. કરુણા તો આની અંદર ફરીએ, જ્યાં રાગ-દ્વેષ થતા'તા, ત્યાં જ કરુણા ઉત્પન્ન થાય. સિદ્ધક્ષેત્ર સિવાય બધું જ કંઠ છે.
પ્રશ્નકર્તા: સિદ્ધોને પ્રજ્ઞાશક્તિ હોય ?
દાદાશ્રી : પ્રજ્ઞાનું કાર્ય કેવળજ્ઞાન થતા જ પૂરું થાય છે. માટે તેને આત્મભાવ ના જ કહી શકાય. કારણ કે તેમ જો કહેવામાં આવે તો તે તેનો અન્વય ગુણ ગણાય અને અન્વય ગુણ કહીએ તો સિદ્ધક્ષેત્રમાં વિરાજેલા સિદ્ધ ભગવંતોને પણ પ્રજ્ઞા હોય, પણ તેમ નથી હોતું. કારણ કે ત્યાં તેનું કંઈ જ કાર્ય હોતું નથી. ફુલ્લી ઈન્ડિપેન્ડન્ટ ગવર્મેન્ટનું સ્થાપન થયા પછી ઈન્દ્રિમ ગવર્મેન્ટ એની મેળે જ ખલાસ થઈ જાય છે, તેવું જ પ્રજ્ઞાનું પણ છે.
કોઈ દિક્યા નહીં સિદ્ધક્ષેત્રે પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રે આત્મા વાતાવરણમાં વિચરતો રહે છે?
દાદાશ્રી : ના, વિચરવાનું-બિચરવાનું કશું નહીં, કોઈ ક્રિયા નહીં. એ ત્યાં રહ્યા રહ્યા વાતાવરણને બધું જ જોયા કરે છે. જ્ઞાતા-દ્રષ્ટા, ત્યાં રહીને બધું જ દેખાય. આખા ચૌદેય લોકનું બધું દેખાય, આપણા મનુષ્ય લોકનું એકલું નહીં. પણ આખા ચૌદેય લોકનું ઊર્ધ્વલોક, અધોલોક દેખાય બધા.
પ્રશ્નકર્તા: આ બધા મોક્ષ પામેલા આત્માઓ છે તે ત્યાં શું કરતા હશે ?
દાદાશ્રી : એને કશું કરવાનું નહીં. આ બધા થાળીમાં દીવા કરીએ છીએને આપણે સો-દોઢસો, પછી આમ આમ કરીએ છીએ તે સ્થિર બધા. કોઈ કોઈને લેવાદેવા નહીં.
પ્રશ્નકર્તા : સિદ્ધ પુરુષો એમનું અમુક સર્કલ તે પૃથ્વી પર હોય કે નજીકના ગ્રહમાં હોય તો એ પૃથ્વી પરના અમુક લોકોને માર્ગદર્શન આપે એવું ખરું કે ?
દાદાશ્રી : સિદ્ધો માર્ગદર્શન આપે નહીં, માર્ગદર્શન આપનારા સંસારી. એને સંસારી સિદ્ધ કહેવાય, લૌકિક ભાષામાં.