________________
[૧૯.૩] સિદ્ધ ભગવાન
૩૪૯ પરમેષ્ઠીને (સિદ્ધ સિવાયના) જરા વધારે બોજો છે અને ૩ૐ પરમેષ્ઠીને એથી વધારે બોજો છે. પણ એ બધાય એક જ જાતના, ફેર નહીં અને આત્મા પામેલા છે બધાય, આત્મજ્ઞાન પામેલા છે.
પ્રશ્નકર્તા કેવળજ્ઞાનીની સ્થિતિ થાય અને સિદ્ધક્ષેત્રમાં બિરાજેલા મુક્તાત્મા, સિદ્ધાત્માઓની સ્થિતિ એ બન્નેની તાત્ત્વિક સ્થિતિમાં શું તફાવત
દાદાશ્રી : કેવળજ્ઞાનની સ્થિતિમાં દેહનો બોજો હોય અને ત્યાંની સ્થિતિમાં કોઈ બોજો ના હોય અને વચલી સ્થિતિમાં એરોપ્લેનનો બોજો હોય. ત્યાં લઈ જનારું છે ને, એનો બોજો હોય, ઊર્ધ્વગામી સ્વભાવ હોવા છતાંય. એટલે પ્લેન (ગતિ સહાયક) જાય મૂકવા, તેનો બોજો તો ખરોને ? અને ત્યાં ગયા પછી એ બોજાથીયે મુક્ત. કારણ કે આત્મા પોતાની જાતે જઈ શકે નહીં.
સિદ્ધ સિવાય બીજા બધા સંસારી. સંસારી અને અસંસારી જીવો, એ બે વચ્ચે ત્રીજા છે જે અપ્રમત ભાવમાં વિચરે છે એવા કેવળજ્ઞાની પણ સિદ્ધ કહેવાય. પેલા મોક્ષમાં બિરાજેલા સિદ્ધ ભગવંતો પણ અપ્રમત ભાવમાં છે પણ બન્નેવમાં ફેર એટલો છે કે આમને હજુ દેહનો બોજો બાકી છે, જ્યારે પેલા સંપૂર્ણ મુક્ત હોય.
પ્રશ્નકર્તા ઃ સિદ્ધાત્મા શબ્દ પ્રયોગ કર્યો છે આપના માટે, દાદા ભગવાન એટલે સિદ્ધાત્મા ?
દાદાશ્રી : દાદા ભગવાન સિદ્ધ ક્યારે કહેવાય ? આ દેહ છૂટે (નિર્વાણ થાય) ત્યારે સિદ્ધ કહેવાય. જ્યાં સુધી આ દેહ છે, ત્યાં સુધી દેહનો બોજો છે. ત્યાં સુધી સિદ્ધ ના કહેવાય.
કરુણા તે પ્રજ્ઞાશક્તિનું અસ્તિત્વ નથી, સિદ્ધક્ષેત્રે પ્રશ્નકર્તા સિદ્ધ ભગવંતોને કરુણા હોય જીવ પર ?
દાદાશ્રી : વ્યવહારમાં જ કરુણા હોય. વ્યવહારની બહાર તો કરુણા રાખવાની કોની જોડે ? બીજા જીવો હોય તો જ કરુણા હોયને ! અને