________________
૩૫૧
[૧૯.૩] સિદ્ધ ભગવાન
પ્રશ્નકર્તા એમને કંઈ કરવાનું નહીં ?
દાદાશ્રી : સિદ્ધ તો સંપૂર્ણ, ભગવાન થઈ ગયેલા હોય છે. તે અહીં હોય નહીં.
ત પ્રવૃતિ-નિવૃતિ, ખાલી જ્ઞાન-દર્શન ક્રિયા પ્રશ્નકર્તા: એટલે સિદ્ધોને કંઈ કાર્ય કરવાનું રહ્યું જ નહીં ?
દાદાશ્રી : કંઈ કાર્ય હોય જ નહીં ત્યાં આગળ. અત્યારેય કાર્ય નથી કરતા. આ જે કાર્ય છે તે અજ્ઞાનભાવ છે, મિકેનિકલભાવ છે. ત્યાં પરમાત્મસ્વરૂપે પોતપોતાનું સુખ ચાખે. એવું નહીં કે બધું ભેગું થઈ જાય. પોતપોતાના સુખમાં, નિરંતર મસ્તીમાં.
આત્મા તો અહીંયે કશું કરતો નથી. આત્માનો તો કરવાનો સ્વભાવ જ નથી.
પ્રશ્નકર્તા એટલે મોક્ષમાં જાય પછી ત્યાં નિવૃત્તિ ?
દાદાશ્રી : ત્યાં નિવૃત્તિયે ના હોય, પ્રવૃત્તિયે ના હોય. છતાં પાછું “જ્ઞાનક્રિયા” અને “દર્શનક્રિયા' ખરી. નિવૃત્તિયે ખરી ને આ ક્રિયાયે ખરી. પ્રવૃત્તિમાં કહેવાય નહીં છતાં ક્રિયા ખરી.
પ્રશ્નકર્તા: મોક્ષે ગયા પછી આત્મા સિદ્ધશિલા ઉપર જાય છે. પછી ત્યાં એ અનંતકાળ સુધી રહે છે, તો ત્યાં એ ટાઈમ કેવી રીતે પસાર કરે ? આ મોટો પ્રશ્ન છે, અહીં પાંચ મિનિટ પાસ નથી થતી.
દાદાશ્રી : આ પ્રશ્ન શું છે કે ટાઈમ કેવી રીતે પસાર થાય ? તે પોતે જાણે છે કે બે કલાક પછી ટાઈમ રહે છે, પસાર નથી થતો. એટલે
ત્યાં આગળ એવું હશે ! આ બુદ્ધિના ખેલ છે. બુદ્ધિ ગયા પછી, બુદ્ધિ સર્વસ્વ નાશ થયા પછી આ દશા થાય. એટલે પછી પ્રશ્ન જ નથી રહેતો.
પ્રશ્નકર્તા: ત્યાં કાળ તત્ત્વ જ નથી, પછી ક્યાં પ્રશ્ન આવે ?
દાદાશ્રી : હા, એ પ્રશ્ન જ નથી. અને બીજું કોઈ તત્ત્વ જ નથી ત્યાં આગળ. પોતે જ સનાતન છે. સુખમાં છે બધું.